Site icon Revoi.in

વ્હોટ્સએપના આ સેક્શસનમાં આવશે મોટો બદલાવ – ફોનની મેમરી બચાવવામાં થશે મદદરુપ

Social Share

ટેકનોલોજીને લઈને મોબાઈલ ફોનમાં અવનવા બદલાવ આવતા રહેતા હો , જેમાં ખથાસ કરીને ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપમાં ખાસ ચેન્જીસ જોવા મળે છે, ત્યારે હવે વ્હોટ્સએપ માં હવે એક નવું ફિચર આવી રહ્યું છે આ ફિચર આવી જવાથી ફોન મેમેરી મેજેન કરવામાં સરળતા થશે ,કંપની હવે આ નવા ફિચરના માધ્યમથી વ્હોટ્સએપના સ્ટોરેજ સેક્શનને રિવેમ્પ કરી રહી છે

વોટ્સએપની ન્યૂઝ-કીપીંગ વેબસાઇટ WABetaInfo ના રિપોર્ટ પ્રમાણે, વોટ્સએપ તેના સ્ટોરેજ સેક્શનમાં ફેરફાર કરી રહ્યું છે.

કંપની વોટ્સએપના સ્ટોરેજ સેક્શનનો નવો યુઝર ઇન્ટરફેસ લાવી રહી છે. જેના થકી યુઝર્સ વોટ્સએપની ગેરજરુરી મેમરી વિશે જાણકારી રહેશે અને તેને યૂટિલાઈઝ પણ કરી શકાશે ,

રિપોર્ટ મુજબ, વોટ્સએપના નવા સ્ટોરેજ યુઝર ઇન્ટરફેસમાં અલગ-અલગ ફાઇલ સાઈઝ માટે એક સેક્શન હશે જ્યાથી એ જોઈ શકાશે કે, કઈ સામગ્રી કેટલી જગ્યા રોકે છે.

નવા સ્ટોરેજ યુઝર ઇંટરફેસની ટોચ પર એક વખત હશે તે બતાવશે કે સ્ટોરેજ નો વપરાશ ક્યા થી રહ્યો છે. તેની નીચે એક વિભાગ આપવામાં આવશે, જ્યાં એ જોવા મળશે કેજરૂરી અને બિનજરૂરી ફાઇલો કઈ કઈ છે

એવું કહેવામાં આવી રહ્યું છે કે વોટ્સએપના નવા સ્ટોરેજ ઇન્ટરફેસમાં યુઝર્સને સુઝાવ પણ આપવામાં આવશે. સ્ટોરેજ ક્લિન કરવા માટે ઓટો ક્લિન ઓપ્શન પણ આપવામાં આવશે ,જેના થકી ગેરજરુરી ફાઇલો અને ચેટ્સ ક્લિન કરી શકાશે,.ઉલ્લેખનીય છે કે આ ફિચરનું ડેવલોપમેન્ટ હાલ શરું છે તેને ફાઈનલ બિલ્ડમાં આપવામાં આવ્યું નથી, આવનાર સમયમાં કંપની તેનું સ્ટેબલ વર્જન રજુ કરી શકે છે.

સાહીન-