Site icon Revoi.in

આ છે બનાસકાંઠાની એ 10 ‘લક્ષ્મી’, જેણે ઘરે બેઠા કરી કરોડોની કમાણી

Social Share

આપણા દેશમાં ખેતીથી લઈને પશુપાલનને ખૂબ પ્રાધાન્ય આપવામાં આવે છે, જો કે ગામડાઓમાં પશુપાલનનો વ્યવસાય કરતા લોકોને સમાજ એક જુદી  દ્રષ્ટિથી જોવા ટેવાયેલો છે. જો કે, આપણી સવાર જ આ લોકોના હસ્તે થાય છે તેમ કહીએ તો ખોટૂં નથી, કારણ કે સવારની શરુઆત થાય છે એક સરસ ‘ચા’ સાથે, અને આ માટે અનિવાર્ય છે દૂધ .જે કૃષિ પ્રાધાન્ય દેશનો મહત્વનો ભાગ છે, બીજી તરફ આપણે ભલે તેમને અલગ દ્રષ્ટિએ જોતા હોઈએ પરંતુ આ જ પશુપાલનના વ્યવસાયથી મહિલાઓ ઘરે બેઠા કરોડો રૂપિયાની આવક રળતી થઈ ગઈ છે.

તો ચાલો આજે કંઈક  આવીજ વાત રજૂ કરીએ, જે 10 મહિલાઓની સફળ મહેનતની કહાનિ છે, વાત છે બનાસકાંઠા જિલ્લાની  એવી 10 મહિલાઓ વિશે, જેમણે અક્ષરજ્ઞાન નથી મેળવ્યું, પરંતુ તેમ છતાંય માત્ર પશુપાલન દ્વારા કરોડો રૂપિયા ચોક્કસ મેળવ્યા છે.જે એક કહેવત સાચી કરી બતાવે છે કે, ‘પૈસા કમાવા માટે ડિગ્રીની જરુર હોતી નથી,પોતાની આવડત કરોડપતિ બનાવી શકે છે’, બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીના નેતૃત્ત્વ હેઠળ આ મહિલાઓનું જીવન જ બદલાઈ ગયું છે. આ મહિલાઓ હવે ડિગ્રી મેળવી મહિલાઓને પણ પશુપાલન કરવા પ્રેરી રહી છે.

ઘરે બેઠા કરોડોની કમાણી
બનાસ ડેરીએ તાજેતરમાં જ 10 એવી મહિલાઓની યાદી જાહેર કરી છે, જેમણે પશુપાલન કરીને નાણાકીય વર્ષ 2020-21માં કરોડો રૂપિયાની કમાણી કરી છે. આ 10માંથી ટોચની 3 મહિલાઓને તો ‘શ્રેષ્ઠ બનાસ લક્ષ્મી’ પુરસ્કારથી સન્માનિત પણ કરવામાં આવી છે. તો તાલુકા કક્ષાએ સૌથી વધુ કમાણી કરનાર ટોચની 3 મહિલાઓને ‘બનાસ લક્ષ્મી’નું બિરુદ અને ઈનામ અપાય છે.

જાણો આ 10 લક્ષ્મી વિશે, કે જે કેટલું દૂધ વેચીને કેટલી કરે છે કમાણી

1. નવલબેન ચોૌધરીએ 2.52 લાખ કિ.ગ્રામ દૂધ વેચીને 1 કરોડથી પણ વધુ રૂપિયાની કમાણી કરી છે.
2. ચાવડા હંસાબાએ 2,81 લાખ કિ.ગ્રામ દૂધ વેચીને 77.80 લાખથી પણ વધુ રૂપિયાની કમાણી કરી છે.
3. દેવિકાબેન રબારીએ 1.95 લાખ કિ.ગ્રામ દૂધ વેચીને 72.89 લાખથી પણ વધુ રૂપિયાની કમાણી કરી છે.
4. ચૌધરી સેજીબેને 2.19 લાખ કિ.ગ્રામ દૂધ વેચીને 71.85 લાખથી પણ વધુ રૂપિયાની કમાણી કરી છે.
5. સાલેહ મૈસરાબેને 1.36 લાખ કિ.ગ્રામ દૂધ વેચીને 67.28 લાખથી પણ વધુ રૂપિયાની કમાણી કરી છે.
6. ચૌધરી મધુબેને 2.11 લાખ કિ.ગ્રામ દૂધ વેચીને 60.45 લાખથી પણ વધુ રૂપિયાની કમાણી કરી છે.
7. રાજપૂત કેશીબેને 2.09 લાખ કિ.ગ્રામ દૂધ વેચીને 58.64 લાખથી પણ વધુ રૂપિયાની કમાણી કરી છે.
8. વાગડા કેશીબેને 2.14 લાખ કિ.ગ્રામ દૂધ વેચીને 57.86 લાખથી વધુ રૂપિયાની કમાણી કરી છે.
9. લોહ ગંગાબેને 1.66 લાખ કિ.ગ્રામ દૂધ વેચીને 53.62 લાખથી વધુ રૂપિયાની કમાણી કરી છે.
10. મધુબેન રાજપૂતે 1.78 લાખ કિ.ગ્રામ દૂધ વેચીને 46.40 લાખથી વધુ રૂપિયાની કમાણી કરી છે.

કહેવાય છે કે, રુપિયા કમાવા માટે ડિગ્રી જરૂરી નથી, આવડતથી પણ બની શકાય છે કરોડોપતિ

બનાસકાંઠાની આ મહિલાઓએ સાબિત કર્યું છે કે પૈસા કમાવા માટે ડિગ્રી નહીં, સૂઝબૂજ અને મહેનતની જરૂર પડે છે. દૂધ ઉત્પાદનની શ્વેતક્રાંતિ દ્વારા કરોડોની કમાણી કરીને આ મહિલાઓ હવે બીજા માટે ઉદાહરણ બની રહી છે. કેટલીક મહિલાઓ તો પ્રતિ મહિને જ પશુપાલન દ્વારા 4થી 7 લાખ રૂપિયાની કમાણી કરે છે.

મહિલાઓ કમાણીની સાથે સાથે અન્યને  આપે છે રોજગારી

આ મહિલાઓ માત્ર પોતાના પરિવારને જ નથી સાચવતી, બીજા પરિવારની મહિલાઓને રોજગારી પણ આપે છે. બનાસ ડેરીના સક્ષમ નેતૃત્ત્વને કારણે ડેરી સાથે જોડાયેલા મહિલા પશુપાલકોને તો ફાયદો થયો જ છે. પરંતુ કેટલીક મહિલાઓની મહેનત એટલી ફળી છે, તેમણે મદદ માટે અન્ય મહિલાઓને નોકરી આપવી પડી છે. એટલે કે રોજગારીનું સર્જન પણ થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે બનાસ ડેરી પશુપાલકોને સૌથી વધુ નફો રળી આપતી ડેરી છે. સંઘના આદ્યસ્થાપક સ્વ.ગલબાકાકાનું સપનું હતું કે “જિલ્લાની મહિલાઓ દાતરડાના હાથા પર પોતાના પરિવારનું ભરણ પોષણ કરે” તે સ્વપ્ન આજે ચેરમેન શંકર ચૌધરીના નેતૃત્વમાં સાકાર થતું જોવા મળી રહ્યું છે.

શંકર ચૌધરીના સફળ નેતૃત્વ હેછળ આ કાર્ય પાર પડ્યું

બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીના નેતૃત્વમાં જિલ્લાના લોકોને પશુપાલન વ્યવસાય સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવે છે કારણ કે પશુપાલન એ કૃષિ સાથે સંકળાયેલો વ્યવસાય છે. જો ખેડૂતોને કૃષિમાં નિષ્ફળતા મળે તો તેઓ પશુપાલન થકી સરભર થઇ શકે છે