Site icon Revoi.in

વાળને ખરતા અને તૂટતા અટકાવવા તથા કાળા ઘટ્ટ બનાવવા માટે જાણીલો આ કેટલીક ટિપ્સ

Social Share

સામાન્ય પરીતે વાળની કાળજી દરેક મહિલાઓ લેતી હોય છે, વાળને સુંદર અને રેશમી બનાવવા માટો મોંધા મોંધા પાર્લરમાં જઈને ખર્ચાર ટ્રિટમેન્ટ કરવાતી હોય છે,બહાર નીકળતા રસ્તા પરનું ધૂળ પોલ્યૂશનથી વાળ ખૂબ જ ખરાબ થી જાય છે એટચલા માટે તે જરુરી પણ છે, પરંતુ કેટલાક કેમિકલથી વાળ થોડા સમય માટે સુંદર બની જશે પરંતુ લાંબા સમય પછી વાળ ડેમેજ થવાની સમસ્યા ઉદ્ભવે છે, તેવી સ્થિતિમાં બને ત્યા સુધી કુદરતી વસ્તુઓના ઉપયોગથી વાળની સંભાર લેવી જોઈએ,

આ સાથે જ હાલ કોરોના રોગચાળાને લઈને ઘરની બહાર પાર્લરમાં જો ન નીકળીયે તો જ વધુ સારુ રહેશે, ત્યારે આજે આપણે વાત કરીશું કે ઘરે રહીને જ અને ઘરની જ વસ્તુઓથી વાળને કઈ રીતે સુંદર બનાવી શકાય .હા એક વાત ચોક્કસ છે કે,ઘરેલું ઉપચાર વાળને સરખા બનાવવામાં વધુ સમય લે છે પરંતુ તે ટ્રિટમેન્ટ પરફેક્ટ અને જકરા પણ નુકશાન કરશે નહી

ઈંડા અને મધમાં કોપરેલ મિક્સ કરીને વાળમાં લગાવી 10 મિનિટ બાદ વાળ ઘોી લેવા, આમ મહિનામાં 2 વખત કરવાથી વાળ સુંદર રેશમી બને છે.પ્રોટીનમાં સમૃદ્ધ, ઇંડા સફેદ પ્રોટીન નુકસાન સામે લડવામાં મદદ કરે છે

કેળા, મધ અને તેમાં તમે જે પણ હેર ઓઈલ યૂઝ કરતા હોય તે સરખા પ્રમાણમાં લઈને તેની પેસ્ટ બનાવી વાળમાં મસાજ કરવો,મસાજ કર્.યા બાદ 20 મિનિટ સુધી એજ રહેવા દેવું, ત્યાર બાદ હુંફાળા પાણીથી વાળ ઘોઈ લેવા, આમ કરવાથી વાળને પુરતું પોષણ  મળે છે અને વાળ રેશમી બને છે.

શિકાકાઈ પાવડર અને હેર ઓઈલ મિક્સ કરીને વાયલમાં મસાજ કરવો, મસાજ કરીને વાળને ચોખ્ખા પાણી વડે ઘોઈ લેવા,એઠવાડિયામાં 1 વખત આમ કરવાથી વાળ કાળા ઘટ્ટ તથા રેશમી બને છે.

પૈપયાના પ્લપમાં મધ મિક્સ કરીને વાળમાં લગાવવાથી પણ વાળસુંદર બને છે, વાળને જરુરી તમામ તત્વો આ પેસ્ટમાંથી મળી રહે છે

દહી અને મધની પેસ્ટ બનાવીને વાળની સ્કેલમાં અપ્લાય કરવી , ત્યાર બાદ હળવા હાથે મસાજ કરવો ,આમ મહિનામાં 2 વખત કરવાથી વાળમામથી ખોળો દૂર થાય છે અને વાળ રેશમી બને છે

કાળી માટીને 2 થી 3 કલાક દહીંમાં બોળી રાખવી, ત્યાર બાદ આ મંટોડૂં વાળમાં લગાવીને 2 કલાક બાદ ઘોઈ લેવું. આમ કરવાથી કુદરતી રીતે વાળનો ખોરો નાશ પામે છે અને બેજાન વાળમાં જીવ આવે છે.