Site icon Revoi.in

આ છે ભારતના સ્વર્ગમાં આવેલા કેટલાક સુંદર સ્થળો – જાણીલો કાશ્મીરમાં ફરવા  માટેની આટલી જગ્યાઓ 

Social Share

કાશ્મીરને દેશની જન્નત કહેવામાં આવે છે કારણ કે તેની સુંદરતા સૌ કોઈના મન મોહીલે તેવી હોય છે, અહી બરફની વર્ષો, નદીઓ ઝરણાઓ અને ચારેતરફ બરફની છવાયેલી ચાદરોમાંથી ડોકાતી ગ્રીનનરી કોને જોવી ન ગમે, પરંતુ કશ્મીર જતા વખતે એક વખત તો ચોક્કસ સૌ કોઈને ડર લાગે જ.પરંતુ હવે કેન્દ્ર સરકારના અથાગ પ્રયત્નથી કાશ્મીર પ્રવાસીઓ માટે સરળ બન્યું છે,તો ચાલો જાણીએ કાશ્મીરના ફરવા લાયક સ્થળો

કાશ્મીરના બરફીલા મેદાનો, હરિયાળી, તળાવો અને આતિથ્ય પ્રવાસીઓને આકર્ષે છે. કાશ્મીરનું નામ આવતાં જ લોકોના મનમાં શ્રીનગર, પહેલગામ, ગુલમર્ગ અને દાલ લેકનું નામ અને ઈમેજ આવવા લાગે છે, પરંતુ કાશ્મીરમાં બીજી પણ ઘણી સુંદર જગ્યાઓ છે, જેના વિશે તમે કદાચ વધારે જાણતા ન હોવ, તમે કાશ્મીર જાવ તો ત્યાંની પાંચ સૌથી સુંદર જગ્યાઓ કે ખીણોની મુલાકાત અવશ્ય લો.

1 ગુરેઝ

કાશ્મીરની ગુરેઝ વેલી ખૂબ પ્રખ્યાત છે. શ્રીનગરથી 130 કિલોમીટરના અંતરે સ્થિત ગુરેઝમાં ઘણા સુંદર તળાવો છે. અહીં તમને માનસબલ અને વુલર તળાવના આકર્ષક નજારા જોવા મળશે. ગુરેઝમાં કિશનગંગા નદી સહિત અન્ય ઘણી નદીઓ વહે છે.

2 યુસમર્ગ

કાશ્મીરમાં એક ખૂબ જ સુંદર જગ્યા છે, જ્યાં તમને આ જગ્યા અદભૂત વિદેશના વાતાવરણનો અનુભવ કરાવે છે. યુસમાર્ગ નામની આ જગ્યા શ્રીનગરથી 45 કિમી દૂર બડગામ વિસ્તારમાં આવેલી છે. યુસમાર્ગ ખૂબ જ ગ્રીન લવિસ્તાર છે. અહીંના ગાઢ જંગલો તમને મંત્રમુગ્ધ કરશે. યુસમાર્ગમાં સફરજન, જામફળ અને ફુદીનાની પણ ખેતી થાય છે. યુસમાર્ગનો નજારો યુરોપનો આનંદ આપે છે.

3 એરુવેલી

કાશ્મીરની અરુ વેલી નામનું હિલ સ્ટેશન પહેલગામથી 12 કિમી દૂર આવેલું છે. આ નાના હિલ સ્ટેશનની સુંદરતા કોઈ વિદેશી ટૂરિસ્ટ સ્પોટથી ઓછી નથી. અહીં તમે ધોધ, ઊંચા શિખરો અને નજીકની લિદરવાત ખીણની મુલાકાત લઈ શકો છો. તમે નજીકના કોલ્હાઈ ગ્લેશિયર અને તારસર માનસર તળાવ અને બૈસારન ખીણની સુંદરતાનો પણ આનંદ લઈ શકો છો.

4 લોલોબ ઘાટી

જો તમે કુદરતી સૌંદર્ય અને શાંત જગ્યાએ આરામની ક્ષણો વિતાવવા માંગતા હોવ તો તમે લોલાબ વાદીઓમાં જઈ શકો છો. અહીં તમને સફરજનના બગીચા જોવા મળશે. નાગમર્ગ લોલાબ ખીણને બાંદીપોરા જિલ્લામાંથી અલગ કરે છે.