Site icon Revoi.in

આંખોને લગતી અનેક સમસ્યામાં કારગાર સાબિત થાય છે આ ઉપાયો

Social Share

આજની જે લાઈફ આપણે જીવી રહ્યા છે તેમાં સીધેસીઘી રીતે આપણી આંખો પર ખરાબ અસર થી રહી છે, તમે કહેતા હશો કઈ રીતે ,તો આપણે સવારે જાગીએ ત્યારથી લઈને રાત સુધીમાં અનેક વખત મોબાઈલ ફોન મચડતા હોઈએ છીએ આ સાથે જ ટિવી જોવું એ તો અલગ, આ તમામ બાબતો સીઘી રીતે આપણી આંખો પર અસર કરે છે, આંખોને થાક લાગે છે છેવટે આંખો નીચે કાળા કુંડાળા આવી જાય છે.

થોડા સમય માટે મોબાઈલ ફોન કે લેપટોપ ઓપરેટ કર્યા પછી જ આંખો થાક લાગે છે. જેના કારણે આઈબ્રોથી લઈને આંખોની આસપાસ સુધી દુખાવો થાય છે. ઘણા લોકોની આંખોની નીચે ખૂબ જ ઊંડા ડાર્ક સર્કલ થવા લાગે છે. આવી સ્થિતિમાં ગમે તેટલો મેકઅપ કરવામાં આવે પરંતુ તે પછી પણ લુક બગડી જાય છે. આવી સ્થિતિમાં, કેટલીક ટિપ્સ ફોલો કરીને તમે આંખોને આરામ આપી શકો છો

ઠંડી ચમચી વડે તમે આંખોને આરામ આપી  શકો છો  આંખોને આરામ કરવામાં તે કારગાર સાબિત થાય છે આંખોના સોજાને દૂર કરવા માટે તમે ઠંડી ચમચીનો પણ ઉપયોગ કરી શકો છો. ઘણી વખત રાત્રે સારી ઊંઘ ન આવવાને કારણે સવારે જે આંખો થાકવા ​​લાગે છે. આવી સ્થિતિમાં, તમે સવારે પણ આ નુસખાને અનુસરી શકો છો.આના માટે સ્ટિલની ચમચી બેસ્ટ ઓપ્શન છે સ્ટિલની ચમચી ઠંડી હોય છે.આ પહેલા તમારે બે સ્ટિલની ટમચીને બરફના ખાનામાં એટલે કે ફ્રિજરમાં રાખવાની રહેશે 20 મિનિટ બા તે ઠંડી ચમચી વડે તમે આંખોને આરામ આપી શકો છો.

આ સાથે જ ઠંડા દૂધથી પણ આંખોને આરામ મળી શકે છે જેથી આંખો પર ડાર્ક સર્કલ થશે નહી,ઠંડુ દૂધ લો અને તેમાં રુ પલાળીને પછી તેને દસ મિનિટ માટે આંખો પર રાખો. તે આંખનો થાક, સોજો અને ડાર્ક સર્કલ દૂર કરવામાં મદદરૂપ થશે. તેનાથી આંખોને આરામ મળે છે અને સાથે જ ડાર્ક સર્કલની સમસ્યા પણ ઓછી થાય છે.

આ સાથે જ બદામના તેલ વડે તમે ડાર્ક સર્કલ હોય ત્યા માલીશ કરી શકો છો, રોજ સુતી વખતે અને સવારે જાગીને આમ કરવાથી આંખોને આરામ તો મળે જ છે સાથે સાથે આંખ નીચેના કાળા સર્કલ પણ દૂર થાય છે.

મધ અને હળદર પણ બેસ્ટ ઓપ્શન છે આ બન્નેની પેસ્ટ આંખો પર લગાવીને રહેવાદો ત્યાર બાદ આંગળીઓ વડે હળવો મસાજ કરીલો આમ કરવાથી આંખોને આરામ મળશે