Site icon Revoi.in

વોટ્સએપમાં આવ્યા આ ત્રણ નવા ફિચર – જાણો તેના ફાયદા

Social Share

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપમાં કેટલાક નવા ફિચર્સ આવી રહ્યા છે,જેનું ટેસ્ટિંગ પૂર્ણ થી ચૂક્યું છે, અને તેને બીટા બિલ્ડમાં આપવામાં આવ્યું છે. આમાં એક મહત્વપૂર્ણ ફિચર Always Mute નો પણ સમાવેશ થાય છે

Always Mute ફિચર મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે, WABetainfoના રિપોર્ટ પ્રમાણે WhatsApp 2.20.201.10 Beta વર્જનમાં કેટલાક નવા ફિચર જોવા મળી રહ્યા છે, જે પહેલા એન્ડ્રોય઼ યૂઝર્સને જોવા મળશે.

હાલમાં વોટ્સએપમાં ચેટને મ્યૂટ કરવા માટેના ઘણા વિકલ્પો છે. જેમાં 1 વર્ષ માટે મ્યૂટ કરવા માટેનો એક વિકલ્પ શામેલ છે, નવું ફિચર આ જ વર્ષ દરમિયાન 1 વર્ષના ઓપ્શનને રિપ્લેશ કરશે

આ ફિચર સાથે  એન્ડ્રોયડ માટે રજુ કરેલ આ બીટા વર્જનના વ્હોટ્સએપમાં નવું સ્ટોરેજ યૂઝર ઈન્ટરફેસ પણ જોઇ શકાય છે. આ સાથે, મીડિયા ગાઇડલાઇન નામનું ફિચર પણ સામેલ છે.સ્ટોરેજ ઇન્ટરફેસનું લેઆઉટ બદલાશે અને ગ્રાફના માધ્યમથી દ્વારા બતાવવામાં આવશે કે કયું કોન્ટેન્ટ કેટલી સ્પેસ રોકે છે. જે અલગદ અલગ ફાઇલ પ્રકારો અને તેમના દ્વારા વપરાશમાં લેવાતી સ્પેસ વિશે માહિતી મળશે.

ઉલ્લેખનીય છે કે.છે આ બીટા અપડેટ સાથે મીડિયા ગાઈડલાઈન્સ પણ આપવામાં આવશે. એ ત્યારે કામ આવશે જ્યારે તમે વોટ્સએપની અંદર ઈમેજ એડિટ કરશો, જેનાથી સ્ટિકર્સ અથવા ટેક્સ્ટને કોઈ ઈમેજ,બીફ અથવા વીડિયો કોલમાં પણ લગાવી શકશો

એન્ડ્રોઇડના લેટેસ્ટ બીટા વર્ઝનમાં આ આ ફિચર વટ્સએપ દ્વારા આપવામાં આવી છે. એટલે કે, જો તમે બીટા ટેસ્ટર  છો, તો તમે એપ્લિકેશનને અપડેટ કરીને હમણાં જ આ ફિચરનો ઉપયોગ કરી શકો છો. જો નહીં, તો તમારે આ ફિચર અંતિમ નિર્માણમાં આવે ત્યાં સુધી રાહ જોવાની રહેશે .

સાહીન-