Site icon Revoi.in

ભીડભાડ વાળી જગ્યાએથી દૂર શાંત જગ્યા પર ફરવા જવાનું વિચારી રહ્યા છો ? તો દિલ્હીની આ જગ્યાઓ છે તમારા માટે બેસ્ટ

Social Share

આજકાલનું જીવન ભાગ-દોડથી ભરેલું છે.જેના કારણે ઘણા લોકો એવી ટ્રિપ્સ પણ પ્લાન કરે છે જ્યાં તેઓ એકાંતમાં શાંતિની થોડી ક્ષણો વિતાવી શકે.તો ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં તમે શાંતિ અનુભવશો.જો વાત કરવામાં આવે દિલ્હીની તો દિલ્હીમાં ફરવા માટેના ઘણા સ્થળો છે.અહીંના સુંદર ઉદ્યાનો,મંદિરો સહીત અનેક જગ્યાઓ જે તમારા મનને શાંતિ આપશે.આમ,આ જગ્યા પર તમે ખૂબ જ શાંત અને સારું અનુભવશો.દિલ્હીમાં આ જગ્યા પર તમે તમારો સમય વિતાવી શકો છો.

જો સૌપ્રથમ વાત કરવામાં આવે લોધી ગાર્ડનની તો એ દિલ્હીના સમૃદ્ધ સાંસ્કૃતિક ઇતિહાસનો સ્પર્શ ધરાવતો એક સુંદર બગીચો છે જે 90 એકર વિસ્તારમાં ફેલાયેલો છે.તમે અહીં સુંદર નજારો માણી શકો છો.સૂર્યાસ્ત પણ જોઈ શકે છે.

યમુના ઘાટ ખૂબ જ સુંદર જગ્યા છે. અહીં સવારમાં સેંકડો સીગલ આવે છે.તમે અહીં સૂર્યાસ્ત અને સૂર્યોદય સમયે સુંદર નજારાનો આનંદ માણી શકો છો.તમે અહીં બોટ રાઇડ કરી શકો છો અને આકર્ષક દૃશ્યોનો આનંદ લઈ શકો છો.

લોટસ ટેમ્પલ એ દિલ્હીના પ્રવાસીઓના આકર્ષણોમાંનું એક છે.આ મંદિરનો આકાર કમળ જેવો દેખાય છે.અહીં તમે શાંતિ અને એકાંતનો અનુભવ કરશો.આ સુંદર સ્થળની મુલાકાત લો.શાંતિમાં થોડો સમય વિતાવવા માટે આ યોગ્ય સ્થળ છે.

Exit mobile version