Site icon Revoi.in

દેશમાં આવેલું છે આ સુંદર ગામ , જ્યા ફોરોનરની એન્ટ્રી છે બેન ,જાણો તેના વિશેની કેટલીક ખાસ વાતો

Social Share

ભારતમાં એવી ઘણી સુંદર જગ્યાઓ છે જ્યાં દર વર્ષે દેશ-વિદેશમાંથી લાખો લોકો  પ્રાસે આવતા હોય છે. આ સુંદર સ્થળોમાં દેવભૂમિ ઉત્તરાખંડનું નામ મોખરે હોય છે. ઉત્તરાખંડમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં કુદરતી સૌંદર્યથી ભરપુર મજા હોય છે. આ સ્થળની સુંદરતા પ્રવાસીઓને મન મોહિત કરે છે. પરંતુ ઉત્તરાખંડમાં એક એવું ગામ છે જ્યાં વિદેશીઓને જવાની સખ્ત મનાઈ છે. જો કોઈ વિદેશી અહીં જવાનો પ્રયાસ કરે છે, તો સુરક્ષા દળો તેની સામે કાર્યવાહી કરે છે.

આ ગામની વસ્તી ખૂબ જ ઓછી  છે,વકરાતામાં રહેવા માટે તમને બે થી ચાર હોટલ મળી શકે છે. આ ગામ જૌનસર બાવરના નામથી પણ ઓળખાય છે. અહીં જૌનસારી જ્ઞાતિના લોકો રહે છે. ટાઈગર ફોલ્સ, દેવવન અને ચિરમીરી અહીંથી થોડે દૂર છે જ્યાં તમે ફરવા જઈ શકો છો.

આ ગામ છે ઉત્તરાખંડનું ચકરાતા, આ ગામમાં વિદેશીઓના આવવા પર પ્રતિબંધ લાગ્યો છે. અહીં કોઈ વિદેશી જઈ શકતું નથી ,વાત જાણે એમ છે કે આ ગામમાં ભારતીય સેનાની છાવણી છે. જેના કારણે અહીં સેનાના જવાનો તૈનાત રહેતા હોય છે. અંગ્રેજોના શાસનકાળથી આ ગામ લશ્કરની છાવણી રહ્યું છે.જેને લઈને અહી વિદેશના લોકો પર પ્રતિબંઘ  લગાવાયો છે

જો તમે બરફીલા પહાડીઓ પર જવા માંગો છો તો આ જગ્યા તમારા માટે સારો વિકલ્પ છે. આ ગામ દેશની રાજધાની દિલ્હીથી માત્ર 330 કિમી દૂર આવેલું છે. ચકરાતા દેહરાદૂન નજીક આવેલું એક નાનું શહેર છે.જો કે તે સુંદરતાથઈ ભરેલું છે કુદરતી સાનિધ્યનો લ્હાવો મળે છે.

ઉત્તરાખંડના ચકરાતામાં બ્રિટિશ શાસનના સમયથી એક ઈન્ફેન્ટ્રી બેઝ અસ્તિત્વમાં છે. ચકરાતા ગામ ઉત્તરાખંડમાં સૌથી ઓછા એક્સપ્લોર શહેરોમાંનું એક છે. ચકરાતા ગામ તેના શાંત અને સુંદર માટે પ્રખ્યાત છે. આ સાથે જ તે  પ્રદૂષણ મુક્ત છે.

 

Exit mobile version