Site icon Revoi.in

કોરોનાની આ વેક્સિન બની રહી છે જીવલણ – ફ્લોરિડાના ડોક્ટરે અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો કર્યો

Social Share

દિલ્હીઃ- કોરોનાની એક વેક્સિનને લઈને અમેરિકાના ફ્લોરીડાના ડોક્ટરે અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે.કોરોનાની મેસેન્જર રાઈબોઝ ન્યુક્લીક એસિડ (mRNA) રસી અંગે  એક ચોંકાવનારી બાબત સામે આવી છે. આ વેક્સિન લેવાથી મૃત્યુનું જોખમ વધે છે તેવી બાબત ,સામે આવી છે,

ફ્લોરિડાના સર્જન જનરલ અને સ્ટેટ હેલ્થ ઓફિસર ડૉ. જોસેફ એ. લાડાપોએ જણાવ્યું હતું કે mRNA રસીથી 18 થી 39 વર્ષની વયના પુરુષોમાં કાર્ડિયોવેસ્ક્યુલર મૃત્યુનું જોખમ વધુ જોવા મળ્યું છે.

ફ્લોરિડાના હેલ્થ ડિપાર્ટમેન્ટે કોવિડ વેક્સીનને લઈને એક રિસર્ચ રજૂ કર્યું છે, જેમાં વેક્સીનની સલામતી વિશે જણાવવામાં આવ્યું હતું. સંશોધનમાં જાણવા મળ્યું છે કે 84 ટકા કેસોમાં, હૃદય સંબંધિત રોગોમાં રસીનો ઉપયોગ મૃત્યુનું જોખમ વધારી શકે છે.

આ સંસોધનમાં જાણવા મળેલી માહિતી પ્રમાણે સંશોધનમાં નોન-એમ-આરએનએ રસીથી આવા કોઈ જોખમની જાણ કરવામાં આવી નથી. આ ઉપરાંત મ્યોકાર્ડિટિસ અને પેરીકાર્ડિટિસની સમસ્યાથી પીડિત લોકો પર એમ.આર. એન. એ રસી ખતરનાક અસરો બતાવી શકે છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં પુણે સ્થિત કંપની જેનોવા બાયોફાર્માએ એમ-આરએનએ ટેક્નોલોજી આધારિત કોરોના રસીનું નિર્માણ કર્યું છે, જેને ડ્રગ કંટ્રોલર ઓફ ઈન્ડિયા દ્વારા ઈમરજન્સીમાં ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે.

અભ્યાસમાં જણાવાયું છે કે મ્યોકાર્ડિટિસ અને પેરીકાર્ડિટિસ જેવી પહેલાથી જે લોકોમાં કાર્ડિયાક સ્થિતિ હોય તેવા લોકોએ રસી મેળવતી વખતે ખાસ સાવચેતી રાખવી જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોઈપણ દવા અથવા રસીની સલામતી અને અસરકારકતાનો અભ્યાસ એ જાહેર આરોગ્યનો એક મહત્વપૂર્ણ ઘટક છે. જ્યારે આ રસી સંબંધિત સલામતી પર ધ્યાન ઓછુ દોરાયું છે.