Site icon Revoi.in

T-20 વર્લ્ડ કપઃ જસપ્રિત બુમરાહ ઈજાગ્રસ્ત હોવાના કારણે આ ક્રિકેટર લેશે તેનું સ્થાન

Social Share

દિલ્હીઃ- ક્રિકેટને લઈને દરેક લોકો ઉત્સુક છે ત્યારે હવે ટી 20 વર્લ્ડ કપની આતુરતાથી દર્શકો રાહ જોઈ રહ્યા છે,જો કે લોક પસંદીતા ક્રિકેટર જસપ્રિત બુમરાહ હાલ ઈજાગ્રસ્ત જોવા મળે છે જેથી તેઓ ટી 20 વર્લ્ડ કપથી બહાર થયા ચે જો કે તેમના  સ્થાને હવે મોહમ્મદ શમી ઑસ્ટ્રેલિયામાં 16 ઑક્ટોબરથી શરૂ થઈ રહેલા T20 વર્લ્ડમાં ભાગ લેશે,શમી ઉપરાંત મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુરને સ્ટેન્ડબાય ખેલાડીઓની યાદીમાં રાખવામાં આવ્યા છે.

મોહમ્મદ શમીને આગામી T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ આજરોજ આ વાત જારી કરી હતી. શમીને અનુભવી ઝડપી બોલર જસપ્રીત બુમરાહની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બુમરાહ ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.

દીપક ચહરની ઈજાગ્ર્સત થતા અને શમીના મુખ્ય ટીમમાં સમાવેશ બાદ સિરાજ અને શાર્દુલને સ્થાન આપવામાં આવ્યું છે. સિરાજ અને શાર્દુલે દક્ષિણ આફ્રિકા સામેની હોમ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. સિરાજને વનડે શ્રેણીમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો.હવે મોહમ્મદ સિરાજને રિઝર્વ ખેલાડીઓની યાદીમાં મોહમ્મદ શમીની જગ્યા આપવામાં આવી છે. જ્યારે શાર્દુલ ઠાકુરની જગ્યાએ દીપક ચહરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ટી 20 વર્લ્ડ કપ માટે રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમીનો સમાવેશ કરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે આજરોજ 14 ઓક્ટોબરે જ ICCને વર્લ્ડ કપ માટે 15 ખેલાડીઓની અંતિમ યાદી મોકલી છે.જો કે ICCની પરવાનગીથી 15 ઓક્ટોબર સુધી વર્લ્ડ કપ માટે ટીમમાં ફેરફાર થઈ શકે છે પરંતુ આ પહેલા જ ફઆઈનલ ચટીમનું લીસ્ટ મોકલી દેવાયું છે.