Site icon Revoi.in

આ દિવસે છે ગુરુ પૂર્ણિમાનો પર્વ,આ કામ કરવાનું ન ભૂલતા

Social Share

દરેક વિદ્યાર્થી કે જે મોટા પદ પર પહોંચે છે અથવા તેની જોરદાર પ્રગતિ થાય તો તેમાં હંમેશા તેના ગુરુનો હાથ હોય, સૌથી મહત્વની વાત એ છે કે ગુરુ કોઈ પણ હોય શકે છે, ક્યારે સ્કૂલમાં ટીચર, ઘરમાં પિત્તા, જોબ કરતો મોટો ભાઈ – જે વ્યક્તિમાંથી શીખવા મળે છે અને જે જીવનને સફળ બનાવવાના માર્ગ પર દોરે છે તેને ગુરુ તરીકે માનવામાં આવે છે.

આ વખતે જે ગુરુ પૂર્ણિમાંનો દિવસ આવી રહ્યો છે ત્યારે આ કામ કરવાનું ન ભૂલતા, પૂર્ણિમા દર મહિને આવે છે, પરંતુ અષાઢની આ તારીખને ગુરુ પૂર્ણિમા આવે છે. એવું માનવામાં આવે છે કે મહાભારતની રચના કરનાર મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મ પણ આ દિવસે થયો હતો. આ પ્રસંગે, આ દિવસને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે

ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠો અને સ્નાન કરીને પૂજાની તૈયારીઓ શરૂ કરો. ખાસ દિવસ હોવાને કારણે પૂજાની વસ્તુઓ જેવી કે ફૂલ, હાર અને અન્ય વસ્તુઓની એક દિવસ પહેલા જ વ્યવસ્થા કરો, જેથી તમને વહેલી સવારે પૂજા કરવામાં કોઈ સમસ્યા ન આવે. હવે તમારા ગુરુના સ્થાન પર જાઓ અને તેમના પગ ધોઈને તેમની પૂજા કરો અને વસ્તુઓ જેમ કે ફળ, ફૂલ, સૂકો મેવો, મીઠાઈઓ અને પૈસા વગેરે અર્પણ કરો.

પૂર્ણિમાના દિવસે ઉપાય કરીને ધનની દેવી એટલે કે માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકાય છે. તેના માટે એક વાસણમાં મીઠું પાણી લઈ પીપળના મૂળમાં અર્પણ કરો. એવું કહેવાય છે કે આવું કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થઈ શકે છે. આ ઉપરાંત પૂર્ણિમાની સાંજે તુલસીજીની સામે શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.