Site icon Revoi.in

લસણનો ઉપયોગ કરીને આ બીમારીને કરી શકાય છે દુર,જાણો તેના વિશે

Social Share

આપણા સૈના રસોડામાં રહેલું લસણ કેટલું ઉપયોગી છે તેના વિશે તો ભાગ્ય જ કોઈને જાણ હશે. હેલ્થ એક્સપર્ટ દ્વારા તો અનેકવાર કહેવામાં આવે છે કે લસણના ઉપયોગથી શરીરને અનેક રીતે સ્વસ્થ રાખી શકાય છે અને કેટલીક બીમારીઓને પણ દુર રાખી શકાય છે આવામાં લસણ શરીરની સંધિવા નામની બીમારીને પણ દુર કરી શકે છે.

આ બીમારીને અંગ્રેજીમાં અર્થ્રિટિસ પણ કહે છે જેમાં લોકોને સાંધાના દુખાવા અને સોજાથી પરેશાન રહે છે.

લસણનું તેલ હંમેશા હાડકાં માટે અસરકારક રહ્યું છે. તે બે રીતે કામ કરે છે. તમે લસણના તેલને દુખાવાની જગ્યા પર લગાવી શકો છો, જેનાથી તે દુખાવો ઓછો કરવામાં મદદ કરી શકે છે. બીજું કે તે તમારા હાડકાં વચ્ચેના ઘસારાને ઘટાડી શકે છે, જે પણ સંધિવાની સમસ્યાને ઘટાડવામાં મદદરૂપ છે.

રોજ ખાલી પેટે લસણની એક કળી ખાવાથી સાંધાના દુખાવાની બળતરાથી રાહત મળે છે અને બળતરા વિરોધી ગુણધર્મોથી ભરપૂર છે. જેથી તે પીડા ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. તે શરીરની પ્રો-ઇન્ફ્લેમેટરી સાઇટોકીન્સની અસરને પણ મર્યાદિત કરે છે. જેના કારણે, લસણ બળતરા સામે લડવામાં અને સંધિવાને કારણે સ્નાયુઓને થતા નુકસાનને રોકવામાં મદદ કરી શકે છે. તેથી, દરરોજ ખાલી પેટે લસણની એક કળી ખાવાથી હાડકાંમાં ટિશ્યુને થતા નુકસાનને અટકાવી શકાય છે અને સંધિવાની અસર ઓછી થાય છે.

રાત્રે સૂતા પહેલા શેકેલા લસણનું સેવન કરવાથી તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને બળતરા વધારતા તત્વોમાં ઘટાડો થાય છે. તે બળતરા વિરોધી ગુણધર્મ ધરાવે છે, જેથી લસણ પીડા અને સોજો ઘટાડી શકે છે.

લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે અને તેની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી. જો શરીરમાં કોઈ પણ સમસ્યા સર્જાય તો ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.