Site icon Revoi.in

ટોક્યો ઓલિમ્પિકઃ સિલ્વર મેડલ વિજેતા મીરાબાઈને કાનમાં પહેરેલી આ વસ્તુ આપે છે પ્રેરણા

Social Share

દિલ્હીઃ ઓલિમ્પિકમાં વેટલિફ્ટીંગમાં ભારતને સિલ્વર મેડલ અપાવનારી મણિપુરની મીરાબાઈ જ્યારે ભારત આવી ત્યારે તેમનું એરપોર્ટ ઉપર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના આગેવાનોએ પણ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. જો કે, વર્ષ 2016માં રિયો ઓલિમ્પિકમાં મળેલી નિષ્ફળતાથી મીરાબાઈ હતાશ થઈ ગઈ હતી. પરિવારજનો અને ફેડરેશનના આગેવાનોના સહયોગથી મીરાબાઈએ ફરીથી ઓલિમ્પિકની તૈયારીઓ શરૂ કરી હતી. તેમજ ઓલિમ્પિકમાં મેડલ જીતવાનું સ્વપ્ન પૂર્ણ કરવા માટે તેમણે ઓલિમ્પિકની રીંગ સ્ટાઈલની કાનની બુટીઓ બનાવડાવી હતી. આ રિંગના કારણે જ ઓલિમ્પિકમાં મેડલ જીતવાની પ્રેરણા મળી હોવાનું મીરાબાઈએ એક ઈન્ટરવ્યુહમાં જણાવ્યું હતું.

સિલ્વર મેડલ વિજેતા મીરાબાઈ ચાનુએ જણાવ્યું હતું કે, રિપો ઓલિમ્પિકમાં નિષ્ફળતા બાદ આગામી ઓલિમ્પિકમાં મેડલ જીતવાનું મન બનાવી લીધું હતું. ગળામાં ઓલિમ્પિકનો મેડલ પહેરવો હોવાથી ઓલિમ્પિકની રીંગવાળી કાનની બુટીઓ બનાડાવી હતી. આ બુટીથી મને ઓલિમ્પિકમાં મેડલ જીતવાની પ્રેરણા મળતી હતી. રિઓ ઓલિમ્પિક મારી પ્રથમ ઓલિમ્પિક હતી. તેમાં ધણી મહેનત કરી હતી પરંતુ સફળતા નહીં મળતા હતાશ થઈ ગઈ હતી. જો કે, ફેડરેશનના સહદેવજી અને પરિવારજનોએ મને સમજાવી કે, ભૂતકાળને ભૂલીને આગળની તૈયારીઓ કર. તે પછી મને સમજાયું કે, ખેલાડીના જીવનમાં હાર-જીત થયા કરે. જેથી મે મહેનતમાં વધારો કર્યો હતો. જેના પરિણામે વર્ષ 2017માં વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સફળતા મળી હતી. જો કે, 2018માં કોમનવેલ્થ ગેમ્સ બાદ બેક ઈન્જરી થઈ હતી. આ ઉપરાંત અન્ય સમસ્યાઓ પણ ઉભી થઈ હતી. જો કે, ફરીથી પરિવારજનો અને મિત્રોનો સહકાર મળતા ઓલિમ્પિકની તૈયારીઓ શરૂ કરી હતી.

તેમણે વધુમાં કહ્યું કે, પાંચ વર્ષ બાદ મણિપુર આવી છું. ઓલિમ્પિકમાં જીત બાદ જ્યારે પરત ભારત અને મણિપુર આવી ત્યારે લોકોની ખુશી અને પ્રેમ જોઈને મારી આંખોમાં પણ ખુશીના આંસુ આવી ગયા હતા.