Site icon Revoi.in

બ્રાઈડલ કે સાઈડરની મહેંદીનો રંગ ઘટ્ટ કરવા આ ઘરેલું નુસ્ખા લાગશે કામ ,જાણીલો

Social Share

 હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. ત્યારે દરેક દુલ્હન પોતાની મહેંદીને લઈને વધુ ઉત્સાહીત હોય છે કે તેનો રંગ સારો ચઢે આ સાથે જ સાઈડરને પણ પોતાના રંગને લઈને ઉત્સાહ હોય છે દરેક લોકો ઈચ્છે કે કે પોતાનો રંગ ઘાટ્ટો આવે. તો મહેંદી ના રંગને ઘટ્ટ બનાવવા માટે કેટલાક ઘરેલું નુસ્ખાઓ જોઈએ.

મહેંદીમાં રંગ લાવવા માટે અપનાવો આ ધરેલું નુસ્ખાઓ

મેંહેંદી જ્યારે સુકાઈ જાય અને તેને ખંખેરી નાખો છો ત્યાર બાદ પાણીમાં હાથ બોળવા નહી. મેહેંદી ખરી જાય એટલે એક તવીમાં 5 થી 6 લવિંગ બાળવા અને તેના ઘુમાડાનો શેક હાથમાં લેવો જેથી મેહંદીનો રંગ ઘાટ્ટો થાય છે.

મહેંદી લગાવતા પહેલા તમારા હાથને પાણી વડે ધોઈને કોરા સાફ કરી લેવા, ત્યાર બાદ હાથમાં નિલગરીની તેલ લગાવવું, જેનાથી લકર વધુ આવે છે, મેહંદી પલાળવામાં પરણ આ તેલનો ઉપયોગ અવશ્ય થાય છે.

જો તમારા ઘરમાં નિલગરીનું તેલ ન હોય ત્યારે તમે મેંહદી લગાવતા પહેલા હાથમાં વિક્સ બામ અપ્લાય કર્યા બાદ મેંહદી લગાવો, વિક્સમાં નિલગીરનું પ્રમાણ હોય છે જેથી મેંહદી કલર લાવી શકે છે.