Site icon Revoi.in

નાની ઉંમરમાં આ કારણે થાય છે સફેદ વાળ, બચવા માટે આ છે ઉપાય

Social Share

મોટાભાગના લોકોના નાની ઉંમરમાં જ વાળ સફેદ થઈ જતાં હોય છે.તેનું કારણ છે દોડધામવાળી જીવનશૈલી.વધુ પડતી ચિંતા અને તેના કારણે શરીરમાં  થતા બદલાવના કારણે માથાના વાળ સફેદ થઈ જાય છે.તેને કાળા કરવા માટે અજમાવો આ ઉપાય

ઘણા લોકો આ સમસ્યાથી પરેશાન છે. જેમ જેમ માણસની ઉંમર વધતી જાય છે તેમ તેમ આ સમસ્યા પણ વધતી જાય છે.ઘણા લોકો વાળને કાળા કરવા માટે ડાઈ અથવા મહેંદીનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ આ પ્રકારની ડાઈમાં કેમિકલનું મિશ્રણ કરવામાં આવે છે. જે ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે છે. અને આ કેમિકલ લાંબે ગાળે આંખોને પણ નુકસાન પહોંચાડે છે.

તો બીજી તરફ કેટલાંક લોકો વાળને કાળા કરવા મહેંદીનો ઉપયોગ કરતા હોય છે. મહેંદી પણ ઘણા પ્રકારની માર્કેટમાં ઉપલબ્ધ છે. વાળમાં રંગ લગાવાથી રંગમાં હાજર રસાયણો વાળને બગાડે છે. અને થોડા દિવસ વાળ કાળા રહે છે .બાદમાં ફરી પાછા વાળ સફેદ થઈ જાય છે.

ત્યારે હવે લોકો આ ડરથી વાળ કાળા રાખવા માટે કુદરતી રીતો શોધી રહ્યા છે. સૌંદર્ય નિષ્ણાતોનું કહેવું છે, તમે રંગ વિના સફેદ વાળ કાળા કરી શકતા નથી. પરંતુ વાળને બચાવવા માટે વાળમાં 100 ટકા કુદરતી રંગોનો ઉપયોગ કરી શકાય છે. ફટકડીથી શરીરને ઘણા ફાયદા થઈ શકે છે. જોકે, ફટકડી વાળ કાળા કરી શકે છે. તેના વૈજ્ઞાનિક તથ્યો ક્યાંય મળતા નથી. પણ લોકો આ નુસખો પણ અજમાવતા હોય છે.

ફટકડીમાં ઘણા ગુણધર્મો સમાયેલા છે. આયુર્વેદમાં પણ તેને મહત્વ આપવામાં આવ્યું છે. ફટકડીમાં નરમ તત્વો પણ હોય છે. ફટકડી વાળને લાભ કરે છે. આ માટે રાત્રે કોઈ ડોલમાં ફટકડીનો બદામ જેટલો નાનો ટૂકડો નાંખીને રાખો. બીજા દિવસે એ પાણીથી વાળ ધોઈ નાંખો. એવું કહેવામાં આવે છે કે ફટકડીથી વાળ ધોવાથી વાળ ખરતા નથી. ફટકડીના પાણીથી વાળ ધોવાથી માથાની ચામડીમાં ડાગ પડતા નથી.

ઘણા લોકો પહેલા થી જ વાળને કાળા રાખવા માટે આમલા, બ્રાહ્મી, લીમડાના કળી પાંદડા, નાળિયેર તેલ, વગેરે એવા કેટલાક પદાર્થો છે જેનો ઉપયોગ કરતા હોય છે. ફટકડી વાળને સફેદ થવાથી પણ રોકે છે. પરંતુ તે સફેદ વાળ કાળા કરી શકતું નથી. જો કે, એવું પણ માનવામાં આવે છેકે, ગુલાબજળ અને ફટકડી ભેળવીને લગાવવાથી સફેદ વાળનો રંગ કાળો થઈ જાય છે. પરંતુ તેની ક્યાંય પુષ્ટિ મળી નથી.