Site icon Revoi.in

વોટ્સએપમાં આ રીતે ફિલ્ટર કરી શકાય છે અનરીડ મેસેજ, જાણો

Social Share

વોટ્સએપ આજના સમયમાં લોકો માટે મહત્વની એપ્લિકેશન બની ગઈ છે, આજના સમયમાં લોકો વોટ્સએપમાં ડોક્યુમેન્ટથી લઈને કેટલીક મહત્વની જાણકારી પણ મોકલતા હોય છે આવામાં વોટ્સએપમાં આ ફિચર વિશે મોટાભાગના લોકોને જાણ હશે નહી.

વોટ્સએપના આ ફિચરની વાત એવી છે કે છે જ્યારે વોટ્સએપમાં ઘણા બધા મેસેજ આવતા હોય છે, જેને આપણે વાંચી શકતા નથી અને તે ચેટ્સ ટાઈમલાઈનમાં ખૂબ જ નીચે જતા રહે છે તો એના માટે હવે યુઝર્સને નીચે સ્ક્રોલ કરીને જવું નહીં પડે.

આ માટે સૌથી પહેલા તમારું વોટ્સએપ ઓપન કરો. તે પછી ઉપર જમણી બાજુએ આપેલા સર્ચ આઇકોન પર ક્લિક કરો. આ પછી સ્ક્રીન પર કેટલાક ઓપ્શન દેખાવા લાગશે. સૌથી ઉપર અને પહેલા અનરીડનો ઓપ્શન હશે, જેના પર ક્લિક કરવાથી તમામ અનરીડ મેસેજ સ્ક્રીન પર દેખાશે, જેને યુઝર્સ એક પછી એક વાંચી શકશે. આ એક પ્રકારનું ફિલ્ટર છે. એ જ રીતે, સર્ચ બારમાં ઘણા નવા ફિલ્ટર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેનો ઉપયોગ વપરાશકર્તાઓ તેમની અનુકૂળતા અનુસાર કરી શકે છે.