Site icon Revoi.in

ટ્વિટરનું નવું ફીચર ‘સોફ્ટ બ્લોક’ આ રીતે કરી શકશો તેનો ઉપયોગ

Social Share

ટ્વિટર કે જેમાં છેલ્લા કેટલાક સમયથી નવા નવા ફીચર જોવા મળી રહ્યા છે, હવે ટ્વિટર નવા ફીચર સાથે આવી શકે છે તેનું નામ છે ‘સોફ્ટ બ્લોક’. આ ફીચર એવી રીતે કામ કરશે કે કોઈ પણ વ્યક્તિ ફોલોવર્સ બ્લોક કર્યા વગર તેને હટાવી શકશે. માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વીટરે નવી પ્રાઈવસી ટૂલ્સનો ટેસ્ટ શરૂ કર્યો છે.

એક અહેવાલ મુજબ રિમૂવ ફોલોવર ફીચરનું હાલમાં વેબ પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઓફિશિયલ ટ્વીટર ટૂલ તરીકે સોફ્ટ બ્લોક પ્લાનિંગને સર્ટિફાઈ કરે છે. ટ્વીટ મુજબ યૂઝર્સ પોતાના પ્રોફાઈલ પેજ પર ફોલોવર્સ લિસ્ટથી ફોલોવરને હટાવી શકે છે. તે ફોલોવરના નામની આગળ 3 ડોટ વાળા મેનુ પર ક્લિક કરી શકે છે. ‘રીમુવ ફોલોવર’ પર ક્લિક કરો અને તેમના ટ્વીટ ઓટોમેટિક રીતે ટાઈમલાઈનમાં દેખાશે નહીં. રિપોર્ટ મુજબ આ કોઈને બ્લોક કરવાથી અલગ છે, જે તેમને તમારા ટ્વીટ જોવા અને તમારા મેસેજે સીધા મોકલવાથી અટકાવે છે.

ટ્વીટરે તાજેત્તરમાં જ ઓફિશિયલ રીતે સુપર ફોલો ફિચર લોન્ચ કર્યુ છે, જે પ્લેટફોર્મ પર ક્રિએટર્સને કસ્ટમર્સને સ્પેશિયલ પ્રીમિયમ કન્ટેન્ટ ઓફર કરવાની પરમીશન આપે છે. આ માટે ટ્વિટરે ચાર્જ પણ નક્કી કર્યા છે જે યુઝર્સે આપવાના રહે છે.