Site icon Revoi.in

12 માર્ચ પર પીએમ મોદીના ગુજરાતમાં આ પ્રમાણે છે કાર્યક્રમ

Social Share

અમદાવાદ :વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે ગુજરાતના પ્રવાસે છે, ઉત્તરપ્રદેશમાં વિજય મેળવ્યા બાદ હવે ભારતીય જનતા પાર્ટીનું ધ્યાન હવે ગુજરાત તરફ છે. ગુજરાતમાં પીએમ મોદીએ 11 માર્ચના રોજ રોડ શો પર કર્યો હતો અને હવે 12 માર્ચના દિવસે તેમના કાર્યક્રમ આ પ્રમાણે રહેશે.

ગુજરાત પ્રવાસના બીજા દિવસે પીએમ મોદી એટલે કે 12 માર્ચના દિવસે તેઓ ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. ગાંધીનગરમાં સવારે 11 કલાકે PM રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજર રહેશે. જ્યાં યુનિવર્સિટીના નવા સંકુલનું લોકાર્પણ કરશે.તેઓ અહીં પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.ત્યારબાદ તેઓ બપોરે 1 કલાકે રાજભવન પરત ફરશે.સાંજે રાજભવનથી નીકળીને વડાપ્રધાન મોદી અમદાવાદ નવરંગપુરા ખાતે આવેલા સરદાર પટેલ સ્ટેડિયમમાં સાંજે 6 કલાકે અમદાવાદમાં ખેલ મહાકુંભનોને શુભારંભ કરાવશે.ત્યારબાદ વડાપ્રધાન મોદી રાત્રે 8.30 કલાકે અમદાવાદ એરપોર્ટથી દિલ્લી જવા રવાના થશે.

પીએમ મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. જેમાં પ્રવાસના બીજા દિવસે 12 માર્ચના રોજ પીએમ અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ખેલ મહાકુંભ ખુલ્લો મૂકવાના છે. જેને લઇ સરદાર પટેલ સ્ટેડિયમમાં તડામાર તૈયારીઓ થઇ રહી છે. સરદાર પટેલ સ્ટેડિયમ પર ગ્રાન્ડ રિહર્સલ યોજાયું હતું.

સ્ટેડિયમમાં કેવી તૈયારીઓ ચાલી રહી છે તેની સમીક્ષા કરવા માટે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સરદાર પટેલ સ્ટેડિયમ પહોંચ્યાં હતા અને તૈયારીઓની સમીક્ષા કરી હતી.એટલું જ નહીં હર્ષ સંઘવીએ ગાયક અને ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી.