Site icon Revoi.in

આ છે વિશ્વનું એવું શહેર જ્યાં દરેક લોકો પાસે પોતાનું પર્સનલ પ્લેન, માર્કેટથી લઈને ઓફીસ પણ જાય છે વિમાનમાં

Social Share

 

સામાન્ય રીતે પણા દરેક કોઈ પાસે કાર છે,ટૂ વ્હીલર ગાડી છે પણ જો દરેક પાસે વિમાન હોય તો, જો કે ઘમા ઓછા લોકો પાસે પોતાનું પર્સનલ વિમાન હોય છે. પરંતુ દુનિયામાં એક એવું શહેર છે જ્યાં દરેક વ્યક્તિ પાસે પોતાનું વિમાન હોય છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે અહીંના લોકો ઓફિસ જવા માટે અને અન્ય કામો માટે પણ વિમાનનો જઉપયોગ કરે છે.

આ શહેર આવેલું છે કેલિફોર્નિયામાં, જે  કેમેરોન એર પાર્ક તરીકે ઓળખાય છે. આ શહેરમાં તમને દરેક ઘરની બહાર એરોપ્લેન અને ગેરેજની જગ્યાએ હેંગર જોવા મળશે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ શહેરના લોકો ઓફિસ કે તેમના કામ પર જવા માટે પણ તેમના વિમાનનો ઉપયોગ કરે છે. તમને આ જાણીને નવાઈ લાગશે પરંતુ આ સંપૂર્ણ રીતે સત્ય છે.

આ શહેરમાં રહેતા મોટાભાગના લોકો પાઈલટ છે. તેથી જ વિમાન હોવું સામાન્ય બાબત છે. આ સાથે અહીં ડોક્ટર, વકીલ અને અન્ય લોકો પણ રહે છે, પરંતુ આ બધા લોકોને પ્લેન રાખવાનું પણ ગમે છે. આ શહેરમાં રહેતા લોકોને વિમાન ખૂબ જ ગમે છે. અહીં રહેતા તમામ લોકો શનિવારે સવારે એકઠા થાય છે અને સ્થાનિક એરપોર્ટ સુધી જાય છે.

પ્લેનની માલિકી એ આ શહેરમાં કાર રાખવા બરાબર છે. અહીં લોકોના ઘરની સામે બનેલા હેંગરમાં પ્લેન રાખવામાં આવે છે. હેંગર એ જગ્યા છે જ્યાં એરક્રાફ્ટ રાખવામાં આવે છે.

આ શહેરમાં એરક્રાફ્ટની પાંખોને કોઈ નુકસાન ન થાય તે માટે ઓછી ઊંચાઈએ રોડ સાઈન અને લેટરબોક્સ લગાવવામાં આવ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ શહેરની ગલીઓના નામ પણ વિમાનો સાથે જોડાયેલા છે. શહેરમાં બોઇંગ રોડ જેવા શેરીઓના નામ છે.