Site icon Revoi.in

ભારતનું આ એક માત્ર રેલવે સ્ટેશન જે બે રાજ્યોમાં વહેંચાયેલું છે…

Social Share

દિલ્હીઃ દિલ્હી-મુંબઈ રેલ લાઈન ઉપર એક રેલવે સ્ટેશન એવું છે જે બે રાજ્યો વચ્ચે સંબંધ ધરાવે છે. આ રેલવે સ્ટેશન રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના કોટામાં આવે છે. ભવાની મંડી રેલવે સ્ટેશન રાજસ્થાન અને મધ્યપ્રદેશ વચ્ચે આવેલું છે. આ સ્ટેશન ઉપર ટ્રેનનું એન્જિન એક રાજ્યમાં અને ટ્રેનના ડબ્બા અન્ય રાજ્યમાં ઉભા રહે છે. આ અનોખુ રેલવે સ્ટેશન સમગ્ર દેશમાં એકમાત્ર હોવાનું જાણવા મળે છે. રેલવે સ્ટેશનના એક કિનારે રાજસ્થાનનું બોર્ડ લાગેલું છે જ્યારે બીજા દિનારે મધ્યપ્રદેશનું બોર્ડ લાગેલુ જોવા મલે છે. બે રાજ્યોની બોર્ડર ઉપર આવેલા આ ગામનો કેટલાક અસામાજીક તત્વો ગેરકાયદે પ્રવૃતિ માટે પણ ઉપયોગ કરતા હોવાનું જાણવા મળે છે.

આ સ્ટેશન ઉપર જ્યારે ટ્રેન ઉભી હોય તો અડધી મધ્યપ્રદેશ અને અડધી રાજસ્થાનમાં હોય છે. ભવાની મંડી સ્ટેશન રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર ઉપર આવેલું છે. પ્લેટફોર્મ ઉપર આસપાસની ટિકીટ લેનાર પ્રવાસીઓ રાજસ્થાનમાં ઉભા રહે છે અને ટીકીટ આપનાર સરકારી બાબુ મધ્યપ્રદેશની સીમામાં બેઠેલા હોય છે. ભવાની મંડી રેલવે સ્ટેશન ઉપર આવતી તમામ ટ્રેનો એક સાથે બે રાજ્યોમાં ઉભી રહે છે.  ભવાની મંડી વિસ્તાર સીમાવર્તી ઝાલાવાડમાં હોવાના કારણે નશીલા પદાર્થોની તસ્કરી માટે કુખ્યાત છે. નશાનો કાળો કારોબાર કરનારા અહીંની ભૌગોલિક સ્થિતિનો ફાયદો ઉઠાવીને મધ્યપ્રદેશમાં ગુનો આચર્યા બાદ રાજસ્થાનમાં આવે છે. આવી જ રીતે રાજસ્થાનમાં ગુનો આચરોને મધ્યપ્રદેશ ભાગી જાય છે. જેના કારણે બંને રાજ્યોની પોલીસ વચ્ચે સીમાને લઈને વિવાદ થાય છે.