Site icon Revoi.in

લોકસભા 2024ની ચૂંટણીને લઈને પીએમ મોદીએ કહી આ વાત

Social Share

દિલ્હી:ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ફરીવાર જીત મેળવી છે, પાર્ટીમાં અત્યારે ખુશીનો માહોલ છે તો બીજી તરફ હવે પીએમ મોદી દ્વારા લોકસભાની ચૂંટણી 2024ની તૈયારીઓ પણ શરૂ કરી દેવાના સંકેત મળી રહ્યા છે.

પીએમ મોદીએ કહ્યું કે આજે ઉત્સવનો દિવસ છે. કાર્યકર્તાઓએ જનતાનું દિલ જીતવામાં કોઈ કસર છોડી નહીં, આજે હું તે પણ કહીશ કે 2019ના ચૂંટણી પરિણામ બાદ, કેટલાક પોલિટિકલ જ્ઞાનિઓએ કહ્યુ હતુ કે 2017ના પરિણામે 2019નું રિઝલ્ટ નક્કી કરી દીધું હતું. હું તે માનુ છું કે આ વખતે તે એમ જ કહે છે કે 2022ના પરિણામે 2024નું પરિણામ નક્કી કરી દીધુ છે.

વડાપ્રધાન મોદીએ તે પણ જણાવ્યું કે આજે ઉત્સાહ અને ઉત્સવનો દિવસ છે. આ ઉત્સવ ભારતના લોકતંત્ર માટે છે. હું ચૂંટણીમાં ભાગ લેનારા તમામ મતદાતાઓને શુભેચ્છા આપુ છું. તેમના નિર્ણય માટે મતદાતાઓનો આભાર વ્યક્ત કરું છું. ખાસ કરીને આપણી માતાઓ બહેનો અને યુવાઓએ જે રીતે ભાજપનું સમર્થન કર્યુ છે. તે ખુબ મોટો સંદેશ છે. ફર્સ્ટ ટાઈમ વોટર્સે આગળ આવીને મતદાનમાં ભાગ લીધો અને ભાજપની જીત નક્કી કરી.’

ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીના પરિણામ સ્પષ્ટ થઈ ગયા છે. પરિણામ પ્રમાણે ભાજપને ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં મોટી જીત મળી છે. ભાજપને સૌથી મોટી જીત ઉત્તર પ્રદેશમાં મળી છે.

પીએમ મોદીએ પોતાના ભાષણમાં રશિયા-યુક્રેનના યુદ્ધનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, આ યુદ્ધની અસર દુનિયા પર પડી રહી છે. ભારત આ મામલામાં શાંતિ ઈચ્છે છે. પરંતુ આ યુદ્ધથી ભારતની આર્થિક સ્થિતિ પર પણ અસર પડી રહી છે. કાચા તેલથી લઈને કોલસા અને ગેસ વગેરેમાં કલ્પનાથી વધારે ઉછાળ આવી રહ્યો છે. યુદ્ધને કારણે દુનિયામાં મોંઘવારી વધી રહી છે.