Site icon Revoi.in

કોવિડ પીડિતોના આત્મવિશ્વાસમાં વધારો કરતો બાળકનો આ સંદેશ, ફોટો થયો વાયરલ

Social Share

દિલ્હીઃ કોરોના મહામારીનો ભારત સામનો કરી રહ્યું છે. દરમિયાન અનેક સેવાભાવી સંસ્થા અને લોકો કોરોના પીડિતો અને તેમના પરિવારજનોની મદદ કરી રહ્યાં છે. દરમિયાન કોવિડ પીડિત દર્દીઓ માટે તૈયાર કરેલા ભોજનના ડબ્બા ઉપર નાના બાળકે લખેલો એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ભોજપના ડબ્બા ઉપર ખુશ રહો લખતા બાળકનો ફોટો વાયરલ થતા લોકો તેની કામગીરીની પ્રશંસા કરી રહ્યાં છે. ભારત કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે ત્યારે આત્મવિશ્વાસમાં વધારો કરતા બાળકના સંદેશાના ફોટાએ લોકોના દિલ જીતી લીધા છે.

સૌ પ્રથમ બાળકોનો ફોટો બે દિવસ પહેલા ફેસબુક અને ટ્વીટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપરસામે આવ્યો હતો. જ્યાર બાદ ગણતરીના કલાકોમાં લોકો સુધી પહોંચી ગયો હતો. વાયરલ આ ફોટોમાં એક બાળક ભોજનના ડબ્બાના ઢાકણા ઉપર ખુશ રહો લખતો જોવા મળે છે. તેની બાજુના ટેબલ ઉપર અનેક ડબ્બા પડ્યાં છે. જેની ઉપર હિન્દીમાં બે શબ્દો લખેલા છે અને સ્માઈલી ચહેરો બનાવ્યો છે. મનિષ નામના એક ટ્વીટર યુઝરે ફોટો શેર કરીને લખ્યું હતું કે, આ બાળકની માતા કોવિડ દર્દીઓ માટે ભોજન બનાવે છે અને આ પ્રેમાળ બાળક દરેક બોક્સ ઉપર ખુશ રહો લખે છે. સોશિયલ મીડિયા ઉપર આ ફોટોને જોઈને લોકો બાળકની પ્રસંશા કરી રહ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના કાળમાં અનેક લોકોએ પોતાની તાકાત અનુસાર પીડિતો અને તેમના પરિવારજનોની સેવા કરી છે. લોકોએ ભોજન, દવાઓ સહિતની જરૂરી વસ્તુઓ પીડિતો અને તેમના પરિવારજનોને પહોંચવાની અનોખી સેવા કરી છે.