Site icon Revoi.in

આજે સવારે પીએમ મોદીએ નિષ્ણાંતો સાથે ખાસ બેઠક યોજી હતી – કોરોના પ્રબંધન અંગે ચર્ચા કરવામાં આવી

Social Share

દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે વધતા જતા કેસોને લઈને તબીબી સેવાઓમાં અભાવ વર્તાઈ રહ્યો છે. ઓક્સિજન ,રેમડેસિવિર, વેન્ટિલેટર જેવી દર્દીઓની જરુરીયાત પુરી થી રહી નથી પરિણામે અનેક લોકો કોરોના સામે જંગ હારી રહ્યા છે,ત્યારે આવી સ્થિતિમાં પીએમ નરેન્દ્ર મોદીએ રવિવારના રોજ અટલે કે આજે સવારે 9 વાગ્યેને 30 મિનિટે નિષ્ણાંતો સાથે એક ખાસ બેઠકનું આયોજન કર્યું હતું, આ બેઠકમાં ઓક્સિજનની ઉપલબ્ધતા અંગે ચર્ચાઓ કરાઈ હતી.

મળતી માહિતી પ્રમાણે આ સમયગાળા દરમિયાન પીએમ મોદીએ કોરોના મહામારીના મેનેજમેન્ટ માટે માનવ સંસાધનોમાં વધારો કરવાના મામલે સમિક્ષા કરી હતી, આ સાથે જ મેડિકલ અને નર્સિંગનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ અને પાસ થઈ ચૂકેલા વિદ્યાર્થીઓને કોરોનાની ડ્યૂટીમાં સામેલ કરવાનો અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ મામલે સોમવારના રોજ ચોક્કસ માહિતી સત્તાવાર રીતે જારી કરવામાં આવશે.

સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે  નીટની પરિક્ષાને રદ કરવા અંગેનો પણ નિર્ણય લેવામાં આવી શકે છે,આ ઉપરાંત એમબીબીએસના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અને નર્સિંગના વિદ્યાર્થીઓને કોવિડની ડ્યૂટીમાં લગાવવામાં આવી શકે છે.