Site icon Revoi.in

શિયાળામાં તમારી બોડીને રિલેક્શ કરવા કરવું જોઈએ આટલું ,જેનાથી તમને મળશે આરામ

Social Share

આ સાથે જ શિયાળાની સવારે હળવી કસરતો તમને અનર્જી યુક્ત રાખે છે જેથી દરરોજ સવારે તમે હળવી કસરત કરવાની આદત પાડી દો.આ  સાથે જ સ્ક્રબ આપણી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે.

આ પ્રક્રિયા દરમિયાન ત્વચાના છિદ્રો ખુલે છે અને ગંદકી સાફ થઈ જાય છે. આ સ્ક્રબ કરવા માટે કોટનના ટુવાલની જરૂર  પડે છે. ઘણી વખત આપણા ચહેરાના રોમછિદ્રો બ્લોક થઈ જાય છે, જેના કારણે પિમ્પલ્સ અથવા ત્વચાની અન્ય સમસ્યાઓ શરૂ થાય છે, આ રીતે ચહેરાને સ્ક્રબ કરવાથી ચહેરા પર ચમક આવી શકે છે.

ગરમ ટુવાલની સારવાર કરવાથી આપણા શરીરમાં રક્ત પરિભ્રમણ વધે છે, જેનાથી શરીરનું એનર્જી લેવલ પણ વધે છે. તે આપણા સમગ્ર શરીરમાં રક્ત પરિભ્રમણને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે.

ગરમ ટુવાલ સ્ક્રબ દરમિયાન ત્વચાની ગોળાકાર ગતિ તમારા મન અને શરીરને અંદરથી આરામ કરવામાં મદદ કરે છે. આ મોટા પાર્લર માં પણ આ ક્રિયા કરવામાં આવે છે

ગરમ પાણીમાં પગ અને હાથ પલાળી રાખવાથી પણ તમને આરામ મળે છે, સાથે જ માથાના કોપરેલને ગરમ કરીને માલીશ કરવાથી પણ રહાત થાય છે શિયાળા દરમિયાન આ દરેક યુક્તિઓ તમને કામ લાગે છે.