Site icon Revoi.in

Instagram માં આવ્યું આ નવું ફિચર, જાણીલો તેનાથી તમશે શુ છે ફાયદો

Social Share

દિલ્હીઃ-  સોશિયલ મીડિયાનો ક્રેઝ ખૂબ વઘતો જી રહ્યો છે ત્યારે ફેસબૂક હોય ઈન્સ્ટાગ્રામ હોય કે અન્ય કોઈ એપ હોય તેમાં અવનવા ફિચર આવી રહ્યા છે.ત્યારે હવે ઈન્ટાગ્રામ પર નવું ફિચર આવ્યું છે.

મેટા એ ઈન્સ્ટાગ્રામ વપરાશકર્તાઓ માટે એક નવું ફિચર બહાર પાડ્યું છે જે તેમને એક કરતાં વધુ ગ્રીડ પોસ્ટમાં સંગીત ઉમેરવાની પરવાનગી આપે છે. એટલે કે, તમે એક કરતા વધુ ફોટો અથવા વિડિયો પોસ્ટ કરીને તેમાં સંગીત ઉમેરી શકો છો.
આ સહીત ઈન્સ્ટાગ્રામ યુઝર્સની પ્રાઈવસી અને સેફ્ટી સુધારવા માટે DMમાં નિયંત્રણો લાદવા જઈ રહ્યું છે. ટૂંક સમયમાં જ નોન-ફોલોઅર્સ ફ્રન્ટ યુઝરને દિવસમાં માત્ર એક જ મેસેજ મોકલી શકશે. મેસેજ પણ માત્ર ટેક્સ્ટ હશે. જો તમારી મેસેજ રિક્વેસ્ટ સ્વીકારવામાં આવે તો તમે સામેની વ્યક્તિને ફોટો, વીડિયો કે ઓડિયો મેસેજ મોકલી શકો છો. 
જો કે હમણા સુધી શરૂઆતના એક જ ફોટામાં સંગીત ઉમેરવાનો વિકલ્પ હતો. બાકીના ફોટા ઓડિયો વગર દેખાતા હતા. પરંતુ હવે તમે બધામાં સોંગ ઉમેરી શકો છો. આ સુવિધા શુક્રવારે અમેરિકન ગાયક-ગીતકાર ઓલિવિયા રોડ્રિગો દ્વારા રજૂ કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગત પ્રમાણે તમે આખી પોસ્ટમાં માત્ર એક સોંગ ઉમેરી શકો છો. એટલે કે તમામ ફોટામાં સોંગ એક જ રહેશે. દરેક ફોટો માટે વ્યક્તિગત ગીસોંગ તોનો વિકલ્પ હાલમાં ઉપલબ્ધ કરવામાં આવ્યો નથી. નવી સુવિધા તબક્કાવાર ક્રમમાં બહાર પાડવામાં આવી રહી છે. જે ઘીરેલ ઘીરે દરેક લોકો સુયગી પહોંચી જશે.
ઈન્સ્ટાગ્રામ પણ Add Yours સ્ટીકર ફીચર રીલીઝ કરવા જઈ રહ્યું છે. આ સુવિધાની મદદથી, જો કોઈ ચાહક યૂઝર્સના પ્રોમ્પ્ટ પર રીલ બનાવે છે, તો તેને સર્જકના પ્રોફાઈલ પર પ્રકાશિત થવાની તક મળશે. જ્યારે યૂઝર્સ તે રીલને હાઇલાઇટ કરશે ત્યારે આવું થશે. યૂઝર્સ કુલ 10 રીલ્સને હાઇલાઇટ કરી શકે છે. જ્યારે કોઈ ચાહકની રીલ હાઈલાઈટ થશે ત્યારે તેને તેના વિશેની માહિતી પ્રાપ્ત થશે.