Site icon Revoi.in

T20 વર્લ્ડકપ પહેલા ટીમ ઈન્ડિયામાં કમબેક કરી શકે છે આ બે સ્ટાર ખેલાડી

Social Share

મુંબઈ:ટી20 વર્લ્ડ કપ માટે ટીમનું એલાન કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર છે.આ પહેલા ભારતીય ટીમ માટે સારા સમાચાર આવી રહ્યા છે કે ભારતીય ટીમમાં આ બે સ્ટાર બોલર જલ્દી વાપસી કરી શકે છે. ટીમ ઇન્ડિયાનાં બે ઘાતક ખેલાડીઓ આ ટુર્નામેન્ટ પહેલા ફીટ થઇ ગયા છે અને ટીમમાં વાપસી કરવા માટે તૈયાર છે. આ બંને ખેલાડી એશિયા કપ 2022માં ટીમ ઇન્ડીયાનો ભાગ ન હતા અને આ ખેલાડીઓની ખોટ ટીમને વર્તાઈ હતી.

ટીમ ઇન્ડીયાનાં ફાસ્ટ બોલર હર્ષલ પટેલ અને જસપ્રીત બુમરાહ ફીટ થઇ ગયા છે. એશિયા કપ 2022 પહેલા આ બંને ખેલાડી ઈજાગ્રસ્ત થઇ ગયા હતા. રીપોર્ટસ અનુસાર, હર્ષલ પટેલ અને જસપ્રીત બુમરાહ હવે એકદમ ફીટ છે. આ બંને ખેલાડી હાલમાં બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે અને બોલિંગ કરતા પણ જોવા મળે છે.

ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમનું એલાન જલ્દી જ થશે, આવામાં આ બંને ખેલાડીઓનું ફીટ હોવું ટીમ માટે સારા સમાચાર છે. ટી20 વર્લ્ડ કપ માટે ટીમનું એલાન કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર છે. જણાવી દઈએ કે જસપ્રીત બુમરાહને બેક ઇન્જરી હતી અને હર્ષલ પટેલ સાઈડ સ્ટ્રેનને કારણે બહાર થઇ ગયા હતા.

હર્ષલ પટેલ અને જસપ્રીત બુમરાહ ગયા થોડા સમયમાં ટીમ ઇન્ડિયા માટે સૌથી મોટા મેચ વિનર સાબિત થયા છે. અને સતત ટીમનો હિસ્સો પણ રહ્યા છે, પણ એશિયા કપ ૨૦૨૨માં આ બંને ખેલાડીઓનાં ન હોવાને કારણે ટીમને ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો છે.

Exit mobile version