Site icon Revoi.in

ટ્રેનના સમયમાં ચોકસાઈ વધવાની સંભાવના,પશ્ચિમ રેલવેમાં થયું આ કામ

Social Share

આજે પણ દેશમાં કરોડોની સંખ્યામાં લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. લોકો રોજના 200-300 કિમી પણ ટ્રેનમાં મુસાફરી કરતા હોય છે જેમ કે સુરતથી મુંબઈ, અમદાવાદથી રાજકોટ. આ ઉપરાંત પણ પ્રવાસ માટે પણ દેશમાં કરોડોની સંખ્યામાં લોકો ટ્રેનમાં ફરવાનું પસંદ કરે છે. તો હવે જે લોકો ટ્રેનમાં ફરવા જાય છે અને અથવા પ્રવાસ માટે ટ્રેનનો ઉપયોગ કરે છે તે લોકોને હવે સમય પર ટ્રેન મળી જશે અને તેના કારણે તેમને સમય પણ બચશે.

મીડિયા રિપોર્ટ અનુસાર પશ્ચિમ રેલ્વે વિભાગ દ્વારા 2021-22માં અમદાવાદ ડિવિઝનમાં 400 કિલોમીટર ટ્રેકનું વીજળીકરણ પૂર્ણ કર્યું. વીજળીકરણનું કામ પૂર્ણ થતાં વિભાગે ટ્રેનના સમયમાં 96.8 ટકા ચોકસાઈ પણ મેળવી છે. વાત કરીએ 2021-22ની તો તેની સિદ્ધિઓની યાદી આપતા ડિવિઝને કહ્યું કે રેલ્વે વિભાગને 6,039 કરોડ રૂપિયાની આવક મળી છે, જે એક રેકોર્ડ છે. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે રૂ. 5,012 કરોડની આવક નૂરમાંથી રૂ. 825 કરોડ મુસાફરો પાસેથી અને રૂ. 202 કરોડ અન્ય સ્ત્રોતોમાંથી મળી હતી.

આ ઉપરાંત વિભાગે 38.42 મિલિયન ટન નૂર વહન કર્યું હતું. મુખ્ય નૂર વહનમાં મીઠું, ઓટોમોબાઈલ, લોખંડ અને સ્ટીલનો સમાવેશ થતો હતો.અધિકારીઓએ જણાવ્યું હતું કે,અમદાવાદ સ્ટેશન પર વિદ્યુતીકરણથી સ્ટેશન પર એન્જિન બદલવા માટે જરૂરી સમયની બચત થશે અને લાંબા અંતરની ટ્રેનોનો મુસાફરીનો સમય ઘટશે.