Site icon Revoi.in

આ વર્ષે ક્વાડ દેશોના નેતાઓની યજમાની કરશે યૂએસ રાષ્ટ્રપતિ જોબાઈડન, પીએમ મોદી પણ થશે સામેલ

Social Share

દિલ્હીઃ- અમેરિકી રાષ્ટ્રપતિ જોબાઈડન આ વર્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ક્વાડના અન્ય દેશો સાથે બેઠક કરી શકે છે. આ બેઠકનું આયોજન યુએસ રાષ્ટ્રપતિ જોબાઈડન દ્રારા કરવામાં આવી શકે છે. ક્વાડ, લોકશાહી દેશોના જૂથમાં ભારત, યુ.એસ., જાપાન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. જોકે આ બેઠકની તારીખ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી, પરંતુ ક્વાડ દેશોના નેતાઓ આ પહેલી રૂબરૂ બેઠક હશે.

આ બેઠકમાં પ્રથમ વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસ રાષ્ટ્રપતિ જો બાયડેન સામ-સામે બેઠક કરશે. ભારત-પ્રશાંત ક્ષેત્રના અમેરિકી સંયોજક કર્ટ કેમ્પબેલે મંગળવારે એશિયા સોસાયટી થિંક-ટેન્ક દ્વારા આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ બેઠક સાથે સંબંધિત જાહેરાત કરી હતી.

કર્ટ કેમ્પબેલે મંગળવારે જણાવ્યું હતું કે યુએસ રાષ્ટ્રપતિ જોબિડન આ વર્ષે ઓસ્ટ્રેલિયા, ભારત અને જાપાનના નેતાઓ સાથે સમિટનું આયોજન કરશે.આ બેઠક વેક્સિન મુત્સદ્દીગીરી અને માળખાગત સુવિધા માટે ‘નિર્ણાયક’ પ્રતિબદ્ધતા લાવશે. જો કે, હજી સુધી તે સ્પષ્ટ નથી થયું કે આ સમિટ ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો સાથે જોડાઈ શકે છે કે નહી,

ઉલ્લેખનીય છે કે  માર્ચ મહિનામાં આ બેઠકનું આયોજન વર્ચ્યૂઅલ રીતે કરવામાં આવ્યું હતું,માર્ચ મહિનામાં ચાર દેશોના નેતાઓ વર્ચુઅલ માધ્યમથી મળ્યા હતા. ચીન આ બેઠકને લઈને સ્તબ્ધ થઈ ગયું હતું. બેઠકથી ત્રસ્ત, ચીને કહ્યું હતું કે જો ક્વાડ તેના અવિશ્વાસના પક્ષપાત અને શીત યુદ્ધની માનસિકતાનો અંત લાવશે નહીં, તો તે કોઈ પરિણામ વિના સમાપ્ત થશે અને તેનો કોઈ ટેકો નહીં મળે.આ વખતે પણ આ બેઠક ચીન પર વાર બની શકે છે.

Exit mobile version