Site icon Revoi.in

આ રાશિમાં થશે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ,જાણો ભારતમાં દેખાશે કે નહીં

Social Share

વર્ષ 2022નું પ્રથમ ચંદ્રગ્રહણ 16 મે 2022ના રોજ વૈશાખ પૂર્ણિમાના દિવસે થવા જઈ રહ્યું છે.વર્ષનું આ પ્રથમ ચંદ્રગ્રહણએ સંપૂર્ણ ચંદ્રગ્રહણ હશે.સુતકનો સમયગાળો ચંદ્રગ્રહણના 9 કલાક પહેલા શરૂ થાય છે. સુતક કાળમાં કોઈપણ શુભ કાર્ય કરવું અશુભ માનવામાં આવે છે. આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી અહીં સૂતક કાળ માન્ય રહેશે નહીં

આ રાશિમાં થશે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ

વર્ષનું આ પ્રથમ ચંદ્રગ્રહણ વૃશ્ચિક રાશિમાં થશે. આ દરમિયાન આ રાશિના લોકોના જીવનમાં ઘણા ફેરફારો જોવા મળશે. ગ્રહણની ઘટના શુભ માનવામાં આવતી નથી. આ સમય દરમિયાન વૃશ્ચિક રાશિના લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

ચંદ્રગ્રહણનો સમય

ભારતીય સમય અનુસાર, વર્ષનું આ પ્રથમ ચંદ્રગ્રહણ 16 મે 2022ના રોજ સવારે 8:59 થી 10.23 સુધી થશે.આ સમગ્ર વર્ષમાં કુલ 2 ચંદ્રગ્રહણ થશે અને તે બંને પૂર્ણ ચંદ્રગ્રહણ હશે.

ચંદ્રગ્રહણ ક્યાં દેખાશે

વર્ષનું આ પ્રથમ ચંદ્રગ્રહણ દક્ષિણ-પશ્ચિમ યુરોપ, દક્ષિણ-પશ્ચિમ એશિયા, આફ્રિકા, મોટાભાગના ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, પેસિફિક મહાસાગર, હિંદ મહાસાગર, એટલાન્ટિક અને એન્ટાર્કટિકામાં દેખાશે. ભારતમાં આ ચંદ્રગ્રહણની શૂન્ય દૃશ્યતાના કારણે અહીં સુતક કાળ માન્ય રહેશે નહીં

બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ ક્યારે થશે દેખાશે

વર્ષ 2022નું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ 8 નવેમ્બરે થશે.આ સંપૂર્ણ ચંદ્રગ્રહણ પણ હશે.આ ચંદ્રગ્રહણ ભારતના કેટલાક ભાગોમાં દેખાશે, તેથી અહીં સૂતક કાળ માન્ય રહેશે.

પૂર્ણ ચંદ્રગ્રહણ ક્યારે થાય છે?

પૂર્ણ ચંદ્રગ્રહણ ત્યારે થાય છે જ્યારે પૃથ્વી તેની પરિભ્રમણ કરતી વખતે સૂર્યની બરાબર સામે આવી જાય છે અને તે જ સમયે પૃથ્વીની આગળ ચંદ્ર આવે છે. આવી સ્થિતિમાં, પૃથ્વી સૂર્યને સંપૂર્ણપણે આવરી લે છે, જેથી સૂર્યનો પ્રકાશ ચંદ્ર સુધી પહોંચે નહીં.