Site icon Revoi.in

હાર્ટ એટેકથી બચવા ભૂતકાળમાં કોરોના થયો હતો તેમણે સખત પરિશ્રમથી દૂર રહેવું જોઈએઃ માંડવિયા

Social Share

ભાવનગરઃ ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે. બાળકોથી લઈને યુવાનો પણ હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. હાર્ટ એટેકના બનાવો શા માટે વધી રહ્યા છે. તે માટે રાજ્ય સરકારે નિષ્ણાત તબીબોની કમિટી બનાવી છે. નિષ્ણાંત તબીબો આ અંગે રિસર્ચ કરી રહ્યા છે. ત્યારે કેન્દ્રના આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ભાવનગરમાં જણાવ્યું હતું કે,  ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્સ (ICMR) દ્વારા વિગતવાર સ્ટડી કરવામાં આવ્યો છે. જેમાં સામે આવ્યું છે કે, જે લોકોને સિવિયર કોવિડ થયો હતો અને તેને વધારે સમય ના થયો હોય, તેવી સ્થિતિમાં તેમણે વધારે મહેનત ના કરવી જોઈએ.

ગુજરાતમાં હાર્ટએટેકના બનાવો વધી રહ્યા છે. યુવાઓ અને આધેડ ઉંમરના લોકોના ચાલતા-ફરતા મોત થઈ રહ્યાં છે. ખાસ કરીને રાજકોટ અને સુરતમાં હાર્ટ એટેકના કિસ્સા ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. યુવાઓ જ હાર્ટએટેકના મુખ્ય શિકાર બની રહ્યાં છે. ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ હાર્ટ એટેકથી સતર્ક રહેવાની સલાહ આપતા જણાવ્યું કે, જેને કોરોના થયો હોય તેમને થોડા સમય સુધી સખત પરીશ્રમ કરવાનું ટાળવું જોઈએ.  ICMRના અભ્યાસમાં આ વાત સામે આવી છે.

ભાવનગર આવેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે જે લોકોને કોવિડની ગંભીર બીમારી હતી, તેવા લોકોએ થોડો સમય સખત મહેનત કરવાનું ટાળવું જોઈએ. ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્સ (ICMR) દ્વારા વિગતવાર સ્ટડી કરવામાં આવ્યો છે. જેમાં સામે આવ્યું છે કે, જે લોકોને સિવિયર કોવિડ થયો હતો અને તેને વધારે સમય ના થયો હોય, તેવી સ્થિતિમાં તેમણે વધારે મહેનત ના કરવી જોઈએ. અનેઆવા લોકોએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવું જોઈએ.  સખત મહેનત, સતત દોડવું અને સતત એક્સરસાઈઝથી બે વર્ષ સુધી દૂર રહેવું જોઈએ. જેથી હાર્ટએટેકથી બચી શકાય.