Site icon Revoi.in

સિંગાપોરના પ્રાણી સંગ્રાહલયમાં ત્રણ એશિયાઈ સિંહોને પણ થયો કોરોના- અહીંના કર્મચારીઓમાંથી લાગ્યું સંક્રમણ

Social Share

 

દિલ્હીઃ- દેશભરમાં જ્યા કોરોના મહામારીનો અંત આવવા જઈ રહ્યો છે ત્યા હવે સિંગાપોરના પ્રાણી સંગ્રાહલયમાં  સિંહોને કોરોના થવાના સમાચાર સામે આવી રહ્યા છે,આ સમગ્ર બાબતને લઈને ડૉ. સોન્જા લુઝે માહિતી આપી હતી,

ડોક્ટરે આ મામલે જણાવ્યું કે મંડાઈ વાઈલ્ડલાઈફ ગ્રુપના નાઈટ સફારી કાર્નિવોર સેક્શનના ત્રણ કર્મચારીઓને કોરોના થયો હતો. આ સંક્રમિત કામદારોના સંપર્કમાં આવ્યા બાદ નવ એશિયાટિક અને પાંચ આફ્રિકન સિંહોને ક્વોરોન્ટાઈન હેછળ રાખવામાં આવ્યા હતા.જેથી કરી જો તેઓને કોરોના હોય તો બીજા પ્રાણીઓ સંક્રમિત ન થાય.

આ  સમગ્ર ઘટના બાદ આ તમામ સિંહના પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં ચાર એશિયાટિક સિંહોમાં કોરોનાનું સંક્રમણ જોવા મળ્યું છે. તેણે કહ્યું કે બધા સિંહો સારી રીતે ખાઈ પી રહ્યા છે.

આ સમગ્ર બાબતને લઈને સિંગાપોરના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે દેશમાં 3 હજાર 397 નવા કોરોના કેસની પુષ્ટિ થઈ છે. આ પછી, સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 2 લાખ 24 હજાર 200 થઈ ગઈ છે. તે જ સમયે, 12 લોકોના મૃત્યુ પછી, કોરોનાથી મૃત્યુઆંક વધીને 523 થઈ ગયો છે.