Site icon Revoi.in

ધનસુરા નજીક કાર અને ટેમ્પા વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત, બે ઘવાયા

Social Share

મોડાસાઃ રાજ્યમાં હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ધનસુરા નજીક આજે દિવાળીના દિવસે અકસ્માત સર્જાતા 3 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં ધનસુરાના રહીયોલ નજીક કાર અને ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઘાયલોને સારવાર માટે મોડાસા ખાતે ખસેડાયા છે. ધનસુરા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની વધુ તપાસ શરૂ કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં અરવલ્લી જિલ્લામાં દિવાળીના દિવસે વધુ એક અકસ્માત સર્જાયો હતો. જિલ્લામાં ધનસુરાના રહીયોલ નજીક આજે સવારે એક કાર અને ટેમ્પા વચ્ચ એક લોહિયાળ અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર ત્રણના મોત નિપજ્યા હતા. જ્યારે બે લોકો ધવાયા હતા. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અને તેમણે ઘાયલ લોકોને મદદ કરી હતી. ઘાયલોને સારવાર માટે મોડાસા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણકારી પોલીસને કરવામાં આવી હતી.

ધનસુરા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. જેમાં સ્થાનિક લોકોએ કારમાં લોકો પાસેથી મળેલા ત્રણ મોબાઈલ ફોન અને 50 હજાર રોકડા પોલીસને આપ્યા હતા. ભોગ બનેલા મૃતકોને પીએમ માટે ધનસુરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા.