Site icon Revoi.in

પોરબંદર વિસ્તારમાં મઘરાત બાદ ભૂકંપના હળવા ત્રણ આંચકા અનુભવાયા, લોકોમાં ફફડાટ

Social Share

 રાજકોટઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં અવાર-નવાર ભૂકંપના હળવા આંચકા અનુભવાતા હોય છે. ત્યારે પોરબંદરમાં ગત મધરાત્રે અઢી કલાકના અંતરમાં બે થી વધુની તીવ્રતાના ત્રણ આંચકા ગાંધીનગર સિસ્મોલોજી સેન્ટરમાં નોંધાયા હતા. જોકે ભૂકંપના આ આંચકાની તીવ્રતા ખૂબ ઓછી હોવાથી તેમજ રાતના સમયે મોટાભાગના લોકો ઊંઘતા હોવાની લોકોને કબર પડી નહતી.

સૂત્રોના જણાવ્યા મુજબ પોરંબદર વિસ્તારમાં   ગઈ રાત્રે 12.49  મિનિટે 2.4 ની તીવ્રતાનો પ્રથમ આંચકો નોંધાયો હતો જેનું એપી સેન્ટર પોરબંદર થી ૩૪ કિલોમીટર ઉત્તરે સાંખલા આસપાસના વિસ્તારમાં જમીનની 10 કિલોમીટર ઊંડાઈએ નોંધાયો હતો. ત્યારબાદ રાત્રે  12.53  મિનિટે 2 ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો જેનું એપી સેન્ટર પોરબંદરથી ૩૫ કિલોમીટર ઉત્તરે ખીરસરા ગામે જમીનની પંદર કિલોમીટર ઊંડાઈ નોંધાયો હતો.

પોરબંદર વિસ્તારમાં મઘરાત બાદ અનુભવાયેલા ભૂકંપના બે આંચકા બાદ રાત્રે  2.27  મિનિટે  2.2 તીવ્રતાનો વધુ એક ભૂકંપનો આંચકો ગાંધીનગર સિસ્મોલોજી સેન્ટરમાં નોંધાવ્યો હતો જેનું એપી સેન્ટર પોરબંદર થી 23  કિલોમીટર ઉત્તરે સુખપુર ગામે જમીનની  2.2  કિલો મીટર ઊંડાઈએ નોંધાયો હતો મધ રાત્રે અઢી કલાકના સમયગાળામાં બેની ની તીવ્રતા થી વધુના ત્રણ ભૂકંપના આંચકા જોકે ભર નિંદ્રામાં રહેલા લોકોને અનુભવાયા ન હતા પરંતુ પોરબંદર આસપાસના વિસ્તારોમાં આવેલા ત્રણ ભૂકંપના આંચકાઓ ને પગલે લોકોમાં ફફડાટ વ્યાપ્યો હતો

 

Exit mobile version