Site icon Revoi.in

મહારાષ્ટ્રમાં અતિક અને તેના ભાઈને શહીદ ગણાવતા ત્રણ લોકોની અટકાયત કરાઈ

Social Share

દિલ્હીઃ- માફિયા અતિક એહમદ અને તેના ભાઈની થોડા દુવસ અગાઉ હત્યા કરવામાં આવી હતી ,જો કે ઘણા લોકોએ તેને કુદરતનો ન્યાય ગણઆવ્યો હતો તો કેટલાક લોકોએ સત્તા પર સવાલ ઉઠાવ્યા હતા તો વળી મહારાષ્ટ્રમાં કટલાક અસામાજીક તત્વોએ તેમની હત્યાને શહીદનો દરજ્જો આપતા પોલીસ એક્શનમાં આવી હતી.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે મહારાષ્ટ્રના બીડમાં ગેંગસ્ટર અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદને શહીદ તરીકે દર્શાવતા પોસ્ટર પર વિશ્વ હિન્દુ પરિષદે પોલીસ ફરિયાદ નોંધાવી હતી ત્યાર બાદ આઈપીસીની કલમ 293, 294 અને 153 હેઠળ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ગેંગસ્ટર અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની શનિવારે પ્રયાગરાજમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ દરમિયાન કેટલીક જગ્યાએથી આ ઘટનાનું સમર્થન કરવામાં આવી રહ્યું છે તો કેટલાક લોકોએ તેનો વિરોધ કર્યો છે.

તેજ સમયે મહારાષ્ટ્રમાં પણ તેની અસર જોવા મળી રહી છે, જ્યાં બીડના માજલગાંવમાં અતિક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદના સમર્થનમાં બેનર લગાવવામાં આવ્યું હતું. તેમજ બેનર પર બંનેને શહીદ તરીકે દર્શાવવામાં આવ્યા હતા.બીડના માજલગાંવમાં, અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદના સમર્થનમાં લગાવવામાં આવેલા બેનરો જાહેરમાં બંનેની હત્યાની નિંદા કરે છે.

આ પોસ્ટર અંગે  માહિતી મળતાની સાથે જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમજ આ બેનર પણ તાત્કાલિક હટાવી દેવામાં આવ્યું છે. પોલીસે જણાવ્યું કે આ બેનર મોહસીન ભૈયા મિત્ર મંડળે લગાવ્યું હતું આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ મોહસીન પટેલ ફરાર છે જેની શોધ ચાલી રહી છે.