Site icon Revoi.in

અમદાવાદ મંડળના રેલવે સુરક્ષા દળના હાથે ત્રણ પાઇપ ચોરો ઝડપાયા

Social Share

અમદાવાદ:પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના રેલવે સુરક્ષા દળ (RPF)ના જવાનો યાત્રીઓના જીવ બચાવવા અને ગુનાહિત તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં હંમેશા અગ્રેસર હોય છે.આ જ ક્રમમાં અમદાવાદ ડિવિઝનના રેલવે સુરક્ષા દળ દ્વારા ત્રણ પાઇપ ચોરોની ધરપકડ કરવામાં આવી હતી.

મંડળ રેલવે પ્રવક્તા, અમદાવાદએ માહિતી આપતા જણાવ્યું હતું કે PNU CR-02/2022 u/s 3RP(UP) Act  તારીખ-20.07.2022 ના ઉક્ત કેસમાં  ફરાર આરોપીઓની શોધખોળ માટે  ઇન્સ્પેક્ટર રેલવે સુરક્ષા દળ પાલનપુરના નિર્દેશન હેઠળ ટીમ બનાવવામાં આવી હતી.સબ-ઇન્સ્પેક્ટર રામફુલ. મીણા, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ગોપાલ સિંહ શેખાવત અને હેડ કોન્સ્ટેબલ જગદીશ દેસાઇ કોન્સ્ટેબલ નિલેશ કુમારની સાથે ખાસ બાતમીદારની બાતમી પર સરદારપુરા ગામમાં પહોંચીને અને એક શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ રમેશજી પુત્ર રતુજી ઠાકોર ઉમર-30 વર્ષ, રહે. પાદરડી જણાવેલ.આ શખ્સની સઘન પૂછપરછ કરતાં તેણે પોતે અને તેનો સાથી દશરથ પુત્ર નેમાજી ઉમર-35 વર્ષ રહે સરદારપુરા અને શાંતિજી પુત્ર અનુપજી ઉંમર-30 વર્ષ નિવાસી સરદારપુરા, જિલ્લો – બનાસકાંઠા ગુજરાત જેમની સાથે મળીને થોડા દિવસો અગાઉ  જસાલી-ધનકવાડા સ્ટેશનો વચ્ચે રેલવે લાઈન પાસે  OHE (ઓવર હેડવાયર)ના થાંભલા પરના ATD  (લટકી રહેલા વજન)ને સંતુલિત રાખવા માટે લગાવેલા લોખંડની પાઈપો રેલવે લેવલ ક્રોસિંગ ગેટ 50 થી 54 વચ્ચે ચોરવાની વાત સ્વીકારી હતી.સ્થળ પર બે પંચોને બોલાવી તેમની સમક્ષ સઘન પૂછપરછ કરતાં તેઓએ જણાવ્યું કે પોલીસના ડરથી નાનોટા ગામ પાસેના તળાવમાં ચોરેલી રેલવેની પાઈપો છુપાવવાની વાત સ્વીકારવામાં આવી હતી. પંચો સમક્ષ ઉક્ત તળાવ પાસે પહોંચ્યા બાદ તળાવના કિનારે પાણીની અંદર સંતાડેલી લોખંડની પાઈપ પંચો સામે ઉપરોક્ત ત્રણેય વ્યક્તિઓની મદદથી બહાર કાઢી હતી, પાઈપના ટુકડાઓની સંખ્યા 49 અને લંબાઈ 200 છે જેની અંદાજિત કિંમત રૂ. 15000  જણાવવામાં આવી છે.

ઉપરોક્ત ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, આ કેસની તપાસ આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર ગોપાલ સિંહ દ્વારા ચાલી રહી છે.