Site icon Revoi.in

પીએમ મોદીની ઝારખંડની મુલાકાત દરમિયાન સુરક્ષામાં ચૂંક બદલ ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ

Social Share

દિલ્હી- તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઝારખંડની મુલાકાતે હતા આ દરમિયાન તેમની સુરક્ષામાં ચૂક આવી હતી,ઝારખંડની રાજધાની રાંચીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં મોટી ખામી સર્જાતા ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મોદી આદિવાસી નેતા બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે બે દિવસની ઝારખંડની મુલાકાતે ગયા હતા.

વાત જાણે એમ હતી કે વિતેલા દિવસને બુધવારે જ્યારે વડાપ્રધાન જેલ ચોક સ્થિત બિરસા મુંડા મેમોરિયલ કમ પાર્કમાં જઈ રહ્યા હતા ત્યારે પીએમ મોદીની સુરક્ષા માટે તૈનાત સુરક્ષાકર્મીઓમાં અરાજકતાનો માહોલ sarjayon હતો. દરમિયાન રેડિયમ રોડ પર વડાપ્રધાનના કાફલાની સામે અચાનક એક મહિલા આવી ગઈ હતી .

બુધવારે જ્યારે વડાપ્રધાન જેલ ચોક સ્થિત બિરસા મુંડા મેમોરિયલ કમ પાર્કમાં જઈ રહ્યા હતા ત્યારે પીએમ મોદીની સુરક્ષા માટે તૈનાત સુરક્ષાકર્મીઓમાં અરાજકતાનો માહોલ હતો. આ દરમિયાન અચાનક એક મહિલા રેડિયમ રોડ પર વડાપ્રધાનના કાફલાની સામે આવી. મહિલા અચાનક કારશેડમાં ઘૂસી જતાં ઈમરજન્સી બ્રેકિંગ લગાવવી પડી હતી. થોડી જ સેકન્ડોમાં સ્થળ પર હાજર સુરક્ષાકર્મીઓએ મહિલાને ત્યાંથી હટાવીને કિનારે લઈ ગયા.
આ ઘટના પછી પીએમનો કાફલો આગળ વધ્યો હતો એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે વડા પ્રધાનની મુલાકાત દરમિયાન ફરજમાં બેદરકારી બદલ એક ASI અને બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
જાણકારી મુજબ  સસ્પેન્ડ કરાયેલા પોલીસ કર્મીઓમાં ASI અબુ ઝફર, કોન્સ્ટેબલ છોટાલાલ ટુડુ અને કોન્સ્ટેબલ રંજન કુમારનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું કે પકડાયેલી મહિલાની ઓળખ સંગીતા ઝા તરીકે થઈ છે.આ સાથે જ મહિલા સામે પણ ફરિયાદ નોંધાઈ છે .