- પુલવામામાં એન્કાઉન્ટર
- સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણ
- 3 આતંકવાદીઓનો કરાયો ઠાર
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે.સુરક્ષા દળોએ માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી 2 AK 47 રાઈફલ્સ અને 1 પિસ્તોલ સહિત અનેક હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે હાલ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
માર્યા ગયેલા આતંકવાદીઓમાં પુલવામાના હરીપોરાના ઈરફાન મલિક (25), પુલવામાના ફઝીલ નઝીર ભટ્ટ (21), પુલવામાના ગુદૌરાના જુનૈદ કાદિર (19)નો સમાવેશ થાય છે. કહેવામાં આવી રહ્યું છે કે,ત્રણેય લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા.
આ વીડિયો જિલ્લાના પાહુ વિસ્તારમાં એન્કાઉન્ટર પહેલા ડ્રોનથી શૂટ કરવામાં આવ્યો હતો. આ લડાઈમાં ડ્રોન આતંકવાદીઓ સામે સૌથી મોટું હથિયાર સાબિત થયું.વાસ્તવમાં, ડ્રોન કેમેરા દ્વારા કેદ કરવામાં આવેલા ફૂટેજમાં, સૈનિકોને આતંકવાદીઓની સ્થિતિ અને હથિયારો સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા.