Site icon Revoi.in

ભારત-પાકિસ્તાન વચ્ચેની ટી-ટ્વેન્ટીનો ગુજરાતભરમાં રોમાંચ, લોકો રાષ્ટ્રધ્વજ ખરીદવા નિકળ્યા

Social Share

વડોદરાઃ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો રોમાંચ કંઈક અલગ જ હોય છે. ટી-20 વર્લ્ડ કપમાં આજે રમાનારી ભારત-પાકિસ્તાન વચ્ચેની રોમાંચક મેચને લઇને રાજ્યભરમાં ખૂબ ઉત્સુકતા જોવા મળી રહી છે. બંને દેશો વચ્ચે રમાનારી મેચ માટે 150થી વધુ રેસ્ટોરાં,કાફે, હોટલ, પાર્ટીપ્લોટ અને સોસાયટીઓમાં મોટી સ્ક્રિન પણ લગાવી દેવામાં આવી છે. ઘણા લોકોએ પરિવાર અને મિત્રો સાથે મેચ જોવાનો પ્લાનિંગ બનાવી કેફે અને રેસ્ટોરાંમાં 70 ટકા ટેબલો પણ બુક કરાવી દીધા છે. આ ઉપરાંત રાષ્ટ્રધ્વજ ખરીદવા ક્રિકેટ રસિયાઓ ખાદી ગ્રામોદ્યોગમાં ઉમટી પડ્યા છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે રમાનારી ક્રિકેટ મેચને લઈને રાજ્યભરમાં લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં તો લોકોએ મોટા સ્ક્રીન પર મેચ જોવા માટે મલ્ટીપ્લેક્સના બુકિંગ કરાવી દીધા છે. ક્રિકેટરસિયાઓ મિત્રો સાથે ભારતની જીત અને કોમ કેટલા રન બનાવશે તે માટે શરતો લગાવી રહ્યા છે. આજે ભારતીય ટીમનો પાકિસ્તાન સામે ભવ્ય વિજય થશે. એવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. વડોદરામાં રહેતા એક વડિલે જણાવ્યું હતું કે, મારા મિત્રના પુત્ર હાર્દિક પંડ્યાનો ભારતીય ટીમના વિજયમાં સાથે સિંહ ફાળો હશે. હાલ હાર્દિક પંડ્યાના પરિવારના સભ્યો મુંબઈમાં રહે છે. જોકે આજે અમે પરિવારજનો અને મિત્રો એક સાથે બેસીને ભારત અને પાકિસ્તાનની મેચનો આનંદ લઈશું. હાર્દિક પંડ્યા અને ભારતીય ટીમને શુભેચ્છા પાઠવું છું.

એક ક્રિકેટ પ્રેમી જણાવ્યું હતું કે, ઘણા સમય બાદ આજે ભારત પાકિસ્તાનની મેચ હોવાથી અમને ઉત્સાહ છે. આજે અમે મિત્રો અને પરિવારજનો સાથે મળીને મેચનો આનંદ લેવાના છે. ચાલુ મેચ દરમિયાન ભારતીય ખેલાડી ફોર મારે, સિક્સ મારે, કેચ પકડે તો તે સમયે ધ્વજ ફરકાવવા માટે અમે ખાદી ગ્રામ ઉદ્યોગમાં રાષ્ટ્રધ્વજ ખરીદવા આવ્યા છીએ. અમને વિશ્વાસ છે કેસ આજે ભારતીય ટીમ ચોક્કસ જીતશે.