Site icon Revoi.in

ટાઈગર શ્રોફ અને તારા સુતરિયાની હિરોપંથી-2 29મી એપ્રિલના રોજ રિલીઝ થશે

Social Share

મુંબઈઃ કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે ફરીથી જનજીવન રાબેતામુજબ થઈ રહ્યું છે. તેમજ સીનેમાગૃહ અને જીમ સહિતના સ્થળો કોરોના ગાઈડલાઈન અનુસાર ખોલવામાં આવી રહ્યાં છે. બીજી તરફ આગામી દિવસોમાં અનેક ફિલ્મો સિનેમાગૃહમાં રિલીઝ થવા જઈ રહી છે. દરમિયાન બોલિવુડના સુપર સ્ટાર ટાઈગર શ્રોફની ફિલ્મ હિરોપંથી-2ની રિલીઝ તારીખ સામે આવી છે. આ ફિલ્મ એપ્રિલ મહિનામાં ઈદના દિવસે રીલીઝ થશે.

અભિનેતા ટાઈગર શ્રોફ અને તારા સુતારિયા સ્ટારર ‘હીરોપંતી 2’ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. તારા સુતરિયાએ પોતે ફિલ્મનું નવું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. જેમાં ટાઈગર-તારા ખૂબ જ ગ્લેમરસ અવતારમાં જોવા મળી રહ્યા છે. પોસ્ટરના કેપ્શનમાં તારાએ લખ્યું, “અમારી ફિલ્મનું નવું પોસ્ટર બહાર આવ્યું છે. સાજિદ નડિયાદવાલાની ‘હીરોપંતી 2’ ઈદના અવસર પર 29મી એપ્રિલ 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.” આ ફિલ્મને અહેમદ ખાને ડિરેક્ટ કરી છે. સાજિદ નડિયાદવાલા આ ફિલ્મના નિર્માતા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ટાઈગર શ્રોફના પ્રસંશકો ગણા સમયથી હિરોપંથી-2ની રિલીઝની રાહ જોઈ રહ્યાં છે. ત્યારે તેમની આતુરતાનો અંત આવ્યો છે. ફિલ્મ 29મી એપ્રિલના રોજ રિલીઝ થશે. આ ઉપરાંત ટાઈગર શ્રોફ સુપર સ્ટાર અક્ષયકુમાર સાથે બડેમિયા છોટેમિયામાં જોવા મળશે. જેનું ટ્રીઝર પણ તાજેતરમાં જ રિલીઝ થયું હતું.

Exit mobile version