Site icon Revoi.in

રાજધાનીમાં 15 ઓગસ્ટ પહેલા જ કડક સુરક્ષા – પ્રદર્શનકારો સામે દિલ્હી પોલીસ કન્ટેનર્સને બનાવશે પોતાની ઢાલ

Social Share

દિલ્હીઃ દેશભરમાં યેક બાજુ કોરોના મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે તો બીજી તરફ 15 ઓગસ્ટ નજીક આવી રહી છે, ત્યારે ખેડૂત આંદોલન પણ ઉગ્ર બનતું જોવા મળી રહ્યું છે, જેને લઈને દિલ્હી લાલ કિલ્લાની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે,સ્વતંત્રતા દિવસ પહેલા જ લાલ કિલ્લાની આસપાસ કડકસુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.

આ વખતે ખેડૂતોનું આંદોલન દિલ્હીની સડકો પર પણ ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં, 26 જાન્યુઆરીએ થયેલી હિંસાને જોતા દિલ્હી પોલીસ આ વખતે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરી રહી છે. આ શ્રેણીમાં લાલ કિલ્લા પાસેના ગેટ પર મોટા કન્ટેનર મુકવામાં આવ્યા છે, જેથી જો કોઈ વિરોધી પોલીસના ચક્રવ્યૂહ તોડીને આવે, તો તે કન્ટેનરોને પાર ન કરી શકે.આ રીતે આંદોલન કારો સામે પોલીસ સખ્ત બનીને સુરક્ષા વધારી રહી છે.

ગુપ્તચર એજન્સીઓને સતત ઇનપુટ્સ મળી રહ્યા છે કે 15 ઓગસ્ટે આતંકવાદી સંગઠનો સિવાય અન્ય અસામાજિક તત્વો શઆંતિ ભઁગ કરી શકે શકે છે. તેઓ લાલ કિલ્લા પર પ્રદર્શન કરવાનો પ્રયાસ પણ કરી શકે છે. આવી સ્થિતિમાં સુરક્ષાને લઈને સંપૂર્ણ તકેદારીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દિલ્હી પોલીસ અને અર્ધલશ્કરી દળોના જવાનોની તૈનાતી ઉપરાંત એનએસજી અને એસપીજીની ટીમો પણ સુરક્ષા વ્યવસ્થા પર જીણવટભરી નજર રાખી રહી છે.

ઉલ્લેખનીય છે કે, દર 15 મી ઓગસ્ટના રોજ વડા પ્રધાન લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવે છે, તેથી અહીં સાવચેતીપૂર્વક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે છે. આ વખતે પણ કડક સુરક્ષા ગોઠવવામાં આવી રહી છે અને દરેક જગ્યાએ સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવી રહ્યા છે. અને મોટા કન્ટેનર પણ તૈનાત કરવામાં આવી રહ્યા છે. આ વખતે આટલી ચુસ્ત સુરક્ષાનું મુખ્ય કારણ ખેડૂતોના આંદોલનને પણ ગણવમાંઆવી રહ્યું છે. કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો  છેલ્લા એક વર્ષથી વિરોધ પ્રદર્શન કરતા જોવા મળી રહ્યા છએ જેને લઈને દિલ્હી પોલીસ પણ સખ્ત બની છે.