Site icon Revoi.in

ટીક ટોક હરામ… પાકિસ્તાનમાં ફતવો જાહેર કરાયો

Social Share

નવી દિલ્હીઃ પાકિસ્તાનના સિંઘ પ્રાંતની રાજધાની કરાચીની એક ધાર્મિક સ્કુલ જામિયા બિનોરિયા ટાઉનએ ટિકટોકને લઈને ફતવો જાહેર કર્યો છે. પાકિસ્તાની સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર સ્કુલે ટિકટોકના ઉપયોગને અયોગ્ય અને હરામ જાહેર કર્યો છે. ફતવામાં જણાવ્યું છે કે, ટિકટોક આધુનિક યુગનું સૌથી મોટુ પ્રલોભન (લાલચ) છે. સંસ્થાએ ફતવામાં પોતાના નિર્ણયના સંમર્થનમાં દસ કારણો પણ આપ્યાં છે.

રિપોર્ટ અનુસાર પહેલા પણ પાકિસ્તાનમાં કેટલાક ધાર્મિક નેતાઓએ અનૈતિકતા ફેલાવવાનું કારણ આપીને ટિકટોક ઉપર પ્રતિબંધ ફરમાવવાની માંગણી કરી હતી. પાકિસ્તાનમાં ટિકટોક ઉપર આંશિક પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. ધાર્મિક જાણકોરાના મતે ટિકટોકના કારણે અનૈતિકતા ફેલાય છે. ફકતો જાહેર સંસ્થાએ જણાવ્યું છે કે, ટિકટોક ઈસ્લામના શરિયા કાનૂન અનુસાર હરામ મનાય છે.

ફતવામાં મહિલાઓ અને પુરુષોના વીડિયો બનાવવાની પણ નીંદા કરવામાં આવી છે. તેનું કારણ અપાયું છે કે, ટીકટોક વીડિયો અશ્લિલ અને નગ્નતાને પ્રોત્સાહન આપે છે. આ ઉપરાંત સમયનો પણ બગાડ થાય છે. વર્ષ 2021માં પાકિસ્તાન ટેલિકોમ ઓથોરિટીએ ટિકટોક ઉપર પાંચ મહિનાનો પ્રતિબંધ ફરમાવ્યો હતો. વર્ષ 2023ના પ્રારંભના મહિનાઓમાં લાહોર હાઈકોર્ટેમાં ટિકટોક ઉપર પ્રતિબંધની માંગણી કરતી અરજી થઈ હતી. તેમજ તેમાં રજુઆત કરાઈ હતી કે, ટિકટોકથી યુવાઓ ઉપર ગંભીર અસર પડે છે. તેમજ સમાજમાં પણ ટીકટોક બંધ કરવાની માંગ વધી રહી છે જેથી તાત્કાલિક અસરથી તેની ઉપર પ્રતિબંધ ફરમાવવો જોઈએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં ઘણા વર્ષો પહેલા સુરક્ષાના કારણોસર સરકાર દ્વારા ટીકટોક સહિત અનેક ચાઈનીઝ એપ્લિકેશન ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો.