Site icon Revoi.in

ટાઈમ મેગેઝિનની સૌથી પ્રભાવશાળી 100 વ્યક્તિઓની યાદીમાં પીએમ મોદીનો સમાવેશ,અદાર પુનાવાલા અને પ.બંગળાના સીએમ મમતા બેનર્જી પણ યાદીમાં સામેલ

Social Share

 

દિલ્હીઃ- આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દિવસેને દિવસે વધતી જતી જોવા મળી રહી છે, માત્ર ભારતમાં જ નહી પરંતું વિદેશમાં પણ તેમને લોકો એટલા જ પસંદ કરી રહ્યા છે, તેમણે એક નેતા તરીકે લીધાના ઘણા નિર્ણયો તેમનું પ્રભાવશાળી વ્યક્તિત્વ દર્શાવે છે, ત્યારે હવે ટાઇમ મેગેઝિને વર્ષ 2021ની સૌથી પ્રભાવશાળી 100 લોકોની યાદી બહાર જારી છે.

ટાઈમ મેગેઝિનની આ વર્ષેની યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના ચેરમેન કે જે કોરોનાની વેક્સિન કોવિશીલ્ડ પુરી પાડી છે તેમનો પણ સમાવેશ કરાયો છે.

ટાઇમ મેગેઝિને વિતેલા દિવસને બુધવારે જ આ યાદી જાહેર કરી હતી.જેમાં તમામ પ્રભાવશાળી લોકોને વિવિધ વર્ગોમાં વહેંચાવામાં આવ્યા છે. જ્યાં પ્રભાવશાળી નેતાઓની યાદીમાં મોદી અને મમતા બેનર્જી સિવાય અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન, ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, ઇઝરાયલના રાષ્ટ્રપતિ નફતાલી બેનેટ, પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તે જ સમયે, આદર પૂનાવાલાનું નામ વિશ્વના અગાવાની વાળા નેતાઓના વર્ગમાં સમાવવામાં આવ્યું છે.

ટાઈમ મેગેઝિનની આ 100 સૌથી પ્રભાવશાળી લોકોમાંથી તાલિબાનના નેતા એવા એક મુલ્લા અબ્દુલ ગની બરાદરનો પણ સમાવેશ થયો છે, જે આતંકવાદી સંગઠન તાલિબાનનો રાજકીય ચહેરો છે. એલોન મસ્ક એ શોધકોમાં એકમાત્ર લોકપ્રિય નામ છે. તે જ સમયે, સૂચિમાં બ્રિટીશ શાહી પરિવારના પ્રિન્સ હેરી અને તેની પત્ની મેગનનું નામ પણ શામેલ છે.

Exit mobile version