Site icon Revoi.in

ટીએમસી નેતા મુકુલ રોયે ફરી ભાજપમાં જોડાવાની કરી જાહેરાત

Social Share

દિલ્હીઃ- દેશમાં અનેક જારિકય પાર્ટીમાં ઉથલ પાથલની ઘટનાઓ સામે આવી રહી છએ આવી સ્થિતિ નચ્ચે હવે ટીએમસી નેતા લે લઈને સમાચાર સામે આવી રહ્યા છે,જાણકારી પ્રમાણે તૃણમૂલ કોંગ્રેસ ના વરિષ્ઠ નેતા મુકુલ રોયે કહ્યું છે કે તેઓ ભાજપમાં જોડાશે.

મીડિયા સાથે ની વાતચીત દરમિયાન કૃષ્ણનગર ઉત્તરના ટીએમસી ધારાસભ્યએ કહ્યું કે તેઓ દિલ્હીમાં ગૃહ મંત્રી  અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને મળશે. હું ભાજપમાં પાછો જઈશ. મેં શુભાંશુ એટલે કે જેઓ તેમના પુત્ર અને પૂર્વ ટીએમસી ધારાસભ્ય છે તેમના સાથે પણ ફોન પર વાત કરી છે.

ત્યારે હવે મુકુલ રોયના ફરી ભાજપમાં જોડાવાના નિર્ણયને તૃણમૂલ કોંગ્રેસ અને મમતા બેનર્જી માટે મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. છેલ્લી વિધાનસભા ચૂંટણી પહેલા, રોય બંગાળમાં ભાજપના મોટા નેતાઓમાંથી એક હતા અને ધારાસભ્ય પણ બન્યા હતા. પરંતુ તેઓ તૃણમૂલ સાથે જોડાયા જ્યારે પાર્ટી સત્તામાં ન આવી.ત્યારે હવે તેમણે પાર્ટી છઓડવાની વાત કરી દીધી છે.

ઉલ્લેખનીય છએ કે મીડિયામાં 2 દિવસથી તેમના ગાયબ થવાના સમાચાર વહેતા થયા હતા ત્યારે આ અપહરણ બાબતને  નકારી કાઢતાં મુકુલ રોયે કહ્યું કે, ભાજપે દિલ્હીમાં રહેવાની વ્યવસ્થા કરી છે. મેં કૈલાશ વિજયવર્ગીય સાથે વાત કરી હતી, હું ક્યારેય ટીએમસીમાં પાછો ફરીશ નહીં.તેરોયે કહ્યું, હું મારી મરજીથી દિલ્હી આવ્યો છું

આ અગાઉ અધિકારીએ માંગ કરી હતી કે કેન્દ્રીય એજન્સીઓએ કથિત શારદા કૌભાંડના સંબંધમાં મમતા બેનર્જીની પણ તપાસ કરવી જોઈએ. તેમણે કહ્યું કે અભિષેક બેનર્જી વિરુદ્ધ ઘણા કેસ ચાલી રહ્યા છે. હું માત્ર કેન્દ્રીય એજન્સીઓ પાસેથી બુઆ-ભતિજા(મમતા અને અભિષેક બેનર્જી) સામે કાર્યવાહીની માંગ કરું છું.

નેતાના ગુમ થવાની વાત કરી હતી પુત્ર એ

સોમવારે રોયના પુત્ર સુભ્રાંશુએ  કહ્યું હતું કે રોય રાત્રે દિલ્હી જવાના હતા, પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. તેણે તેના પિતાની માનસિક સ્થિતિ સારી ન હોવાની પણ વાત કરી અને ભાજપ પર તેના બીમાર પિતાને લઈને ગંદી રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો.

સુભ્રાંશુએ દાવો કર્યો હતો કે રોયે ગયા મહિને મગજની સર્જરી કરાવી હતી અને તે પરિવારના સભ્યો અને નજીકના લોકોને પણ ઓળખી શક્યા ન હતા. આ અંગે રોયે કહ્યું કે, હું સંપૂર્ણપણે સ્વસ્થ છું.

Exit mobile version