Site icon Revoi.in

મોરબી દુર્ઘટનામાં પીએમ મોદીને લઈને ટ્વિટ કરનારા TMC પ્રવક્તાની પોલીસે કરી ધરપકડ

Social Share

દિલ્હીઃ- મોરબી જુલતો પુલ તૂટવાની ઘટના આજે પણ સૌ કોઈની આંખો નમ કરે છે, આઘટનામાં અનેક આરોપ લગાવવામાં આવ્યા હતા જેમાંના એક તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને મમતા બેનર્જીના નજીકના સાકેત ગોખલેનો પણ સમાવેશ થાય છે. તેમણે આ ઘટના બાદ પીએમ  મોગી પર આરોપ લગાવતું ટ્વિટ કર્યું હતું.

જો કે હવે ગુજરાત પોલીસે વિતેલી મોડી રાત્રે રાજસ્થાનના જયપુર એરપોર્ટ પરથી સાકેત ગોખલેની ધરપકડ કરી હતી. ગોખલે પર મોરબીની ઘટના અંગે વડાપ્રધાન મોદી વિશે ખોટા આરોપ ફેલાવવાનો ગુનો નોંધાયો છે. ધરપકડની માહિતી તેમના પક્ષના સાથી અને રાજ્યસભાના સાંસદ ડેરેક ઓ બ્રાયન દ્વારા આપવામાં આવી હતી.

ચીએમસી ના નેતા ડેરેક ઓ બ્રાયને માહિતી આપી છે તેમણે આપેલી જાણકારી પ્રમાણે ટીએમસીના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલેની ગુજરાત પોલીસે જયપુર એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. સોમવારે સાકેતે 9 વાગ્યે નવી દિલ્હીથી જયપુર જવા માટે ફ્લાઈટ લીધી હતી. જ્યારે તે ઉતર્યો ત્યારે ગુજરાત પોલીસ જયપુર એરપોર્ટ પર તેની રાહ જોઈ રહી હતી અને તેની ધરપકડ કરી હતી.

તૃણમુલના નેતા  ગોખલેએ પોતાના ટ્વીટમાં દાવો કર્યો હતો કે, PM મોદીએ મોરબીની મુલાકાત પર 30 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ જ ટ્વીટની હકીકત તપાસતી વખતે PIBએ લખ્યું હતું કે, RTI દ્વારા જાણવા મળ્યું છે કે, PMની મોરબીની મુલાકાત પર રૂપિયા 30 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો નથી.ત્યારથી તેઓ સામે ગુનો નોંધાયો હતો ત્યારે હવે તેઓ પોલીસને હાથે ઝડપાયો છે. ત્યાર બાદ સાકેત ગોખલેને જયપુરથી અમદાવાદ લઈ જવામાં આવ્યા છે.પોલીસે તેને માત્ર બે મિનિટનો ફોન કોલ કરવાની મંજૂરી આપી અને પછી તેનો ફોન અને તેનો તમામ સામાન જપ્ત કરાયો હતો.

Exit mobile version