Site icon Revoi.in

કપિલ શર્માએ કોને કહ્યુંઃ “ગણેશજીના સામે પણ તારુ મૉડેલિંગ બંઘ નથી થતુ”

Social Share

કપીલ શર્મા પોતાની કૉમેડીથી લોકોને હસાવતા રહ્યા છે, પરંતુ તક મળતા જ કોઈને ટ્રોલ કરવાનું પણ નથી ચુકતા,તોજેતરમાં જ કપીલે ટીવી અભિનેત્રી કામ્યા પંજાબી અને કવિતા કોશિકને એક ફોટોને લઈને ટ્રોલ કરી છે.

વાત જાણે એમ છે કે, એફઆઈઆર ફેમ કવિતા કૌશિકે ગણેશ સ્થાપનાનો એક ફોટો શૅર કર્યો હતો,જે ફોટોમાં ગણેશજીની મૂર્તિની સામે કામ્યા પંજાબી અને કવિતા કૌશિક બેઠેલા જોવા મળ્યા હતા,જે અંદાજમાં પોઝ આપીને આ બન્ને એકટ્રેસ મૂર્તિની સામે બેસી હતી તે જોઈને કપિલ શર્માથી ચૂપ રહેવાયું નહી,

કપિલે આ ફોટો પર કોમેન્ટ કરતા લખ્યું, “ગણપતિના સામે પણ તારુ મોડેલિંગ બંધ નથી થઈ રહ્યું,ખુબ જ સરસ ફોટો,બન્નેને ખુબ પ્યાર”

કપિલ શર્માના આ જવાબ પર કવિતા કૌશિકે લખ્યું કે, “ગણપતિને ઈમ્પ્રેસ કરવા છે,તેઓ બધુ જ ફળ તને જ આપી રહ્યા છે,અમને તો ભૂલીજ ગયા છે,લવ યૂ પાર્ટનર”.

કવિતા કૌશિક આ દિવસોમાં નાના પડદેથી ગાયબ છે. જોકે તે પંજાબી ફિલ્મોમાં કામ કરી રહી છે. કવિતાએ ગણેશ પૂજન પર પિંક કલરની બનારસી સાડી પહેરી હતી. તેણે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઘણી તસવીરો શેર કરી છે.

Exit mobile version