Site icon Revoi.in

આજે વાયુસેના દિવસ – જાણો આજના દિવસનું મહત્વ અને ક્યારથી આ દિવસ મનાવવાની થઈ શરુઆત

Social Share

દિલ્હી – ભારતીય વાયુસાને આજે પોતાનો 90 મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. વર્ષ 1932માં 8 ઓકટોબરનાં રોજ ‘રોયલ ભારતીય વાયુસેના’ એવા નામથી વાયુસેનાની સ્થાપના કરવામાં આવી હતી. જેથી ૮ ઓકટોબરે ભારતમાં વાયુસેના દિવસની ઉજવણી કરવામાં આવે છે. આઝાદી પછી ‘રોયલ ભારતીય વાયુ સેના’ નામ બદલીને ‘ભારતીય વાયુસેના’ નવુ નામ અપાયું.ભારતીય વાયુસેનાને સૌપ્રથમ 1932માં યુનાઇટેડ કિંગડમની રોયલ એરફોર્સની સહાયક વાયુસેના તરીકે નિયુક્ત કરવામાં આવી હતી

આજના દિવસે ગાઝિયાબાદ સ્થિત હિંડન એરફોર્સ સ્ટેશન પર આ દિવસે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. તે ભારતીય વાયુસેનાનું મુખ્ય મથક પણ છે. IVF ચીફ અને ભારતીય સશસ્ત્ર દળોના વરિષ્ઠ અધિકારીઓ આ કાર્યક્રમમાં ભાગ લે છે.

આઝાદી બાદ પાકિસ્તાન સાથેના ત્રણ યુધ્ધો અને ચીન સાથેના યુધ્ધમાં વાયુસેનાએ પોતાનું અદમ્ય પરાક્રમ પાથર્યો હતુ. ભારતીય વાયુસેના સશસ્ત્ર સેનાનો એક એવું અંગ છે કે, જે હવાઈ હુમલાઓ અને હવાઈ નિરીક્ષણ દ્વારા દુશ્મનોથી દેશની રક્ષા કરે છે .

8 ઑક્ટોબરના રોજ હવાઈ દળ દિવસ ઉજવવાનું કારણ એ છે કે 1932 માં તેને સત્તાવાર રીતે યુનાઈટેડ કિંગડમની રોયલ એર ફોર્સ સહાયક દળ તરીકે આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય વાયુસેનાની પ્રથમ ઓપરેશનલ સ્ક્વોડ્રન પણ તે પછીના વર્ષે 8 ઓક્ટોબરે અસ્તિત્વમાં આવી. આ દિવસથી આજ સુધી એરફોર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે.

વાયુસેના આર્મીની જેમ સતત દરિયાઈ સુરક્ષા દેશને પુરી પાડે છે.વાયુસેનાનું મુખ્યમથક દેશની રાજધાની દિલ્હીમાં આવેલું છે. 2100થી વધુ શકિતશાળી એરક્રાફટ સાથે દુનિયાથી ચોથી સૌથી શકિતશાળી ભારતીય વાયુસેના તેના પરાક્રમ અને અદમ્ય સાહસ માટે દુનિયાભરમાં જાણીતી છે.

ભારતીય વાયુસેના અધિનિયમ હેઠળ 8 ઓક્ટોબર, 1932 ના રોજ ભારતીય વાયુસેના (IAF) ની રચના કરવામાં આવી હતી. જોકે, તે સમયે ભારતીય વાયુસેનાનો ઉછેર યુનાઇટેડ કિંગડમના રોયલ એરફોર્સના સહાયક બળ તરીકે થયો હતો, પરંતુ હવે ભારતીય વાયુસેના વિશ્વની સૌથી પ્રચંડ વાયુસેનામાંની એક છે.

યુનાઇટેડ સ્ટેટ્સ, રશિયા અને ચીન પછી ભારતીય વાયુસેના વિશ્વની ચોથી સૌથી મોટી વાયુસેના છે. વર્ષોથી, ભારતીય વાયુસેનાએ વિવિધ યુદ્ધ સમય અને શાંતિ સમયના મિશનમાં તેની ક્ષમતા અને શક્તિ સાબિત કરી છે.