Site icon Revoi.in

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ- જાણો શા માટે 8 માર્ચના રોજ આ દિવસ ઉજવાય છે

Social Share

દિલ્હીઃ- વિશ્વભરમાં 8 માર્ચના દુવસને આતંરરાષ્ટ્રીય મહિલા દુવસ તરીકે મનાવવામાં આવી છે, આજનો દિવસ મહુલાોને સમર્પિત હોય છે, આજે ભારત સહીત વિશઅવભરમાં દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ આવી રહી છે, ત્યારે આજના આ ખાસ દિવસે એ તમામ મહિલાઓને સૌ સો સલામ કે જેણે દેશના વિકાસમાં પ્રત્યેક્ષ અને પરોક્ષ રીતે પોતાનું મહત્વનું યોગદાન આપ્યું છે.

શા માટે 8 માર્ચે ઉજવાય છે આ દિવસ -જાણો

દરેકને સવાલ થાય કે શા માટે આજના દિવસે એટલે 8 તારીક અને માર્ચ મહિનામાં આ દિવસની ઉજવણીકરાય છએ તો તેનું પણ કારણ છે, વર્ષ 1917 માં યુદ્ધ દરમિયાન હડતાલ સુધી તેને ઔપચારિક કરવામાં આવ્યું ન હતું. જો કે, જ્યારે રશિયન મહિલાઓ ‘બ્રેડ એન્ડ પીસ’ની માંગણી સાથે હડતાળ પર ઉતરી હતી, ત્યારે  મહિલાોના અથાગ પ્રયત્નો અને શક્તિને જોઈને માત્ર 4 દિવસમાં જ રાજાએ પદ છોડવું પડ્યું

આ મહિલાઓના સાહસકાર્ય બાદ એ દિવસથી ત્યારની સરકારે મહિલાઓને મત આપવાનો અધિકાર આપ્યો હતો. હડતાલ 8 માર્ચે શરૂ થઈ અને આ તારીખ ઈતિહાસમાં લખાઈ આજ દિવસને મહિલા દિવસ તરીકે વિશ્વભરમાં ઉજવવાની શરુઆત થઈ.

આ દિવસની શરૂઆત ક્યારથી  થઈ?

 વર્ષ 1908માં, હજારો મહિલાઓએ ન્યૂયોર્કમાં ઓછા કલાકો, વધુ સારા વેતન અને મતદાનના અધિકારની માંગ સાથે એક આંદોલન છેડ્યું હતું લગભગ 1 હજાર જેટલી મહિલાઓ તેનો ભાગ બની હતી  એક વર્ષ પછી, અમેરિકાની સમાજવાદી પાર્ટીએ પ્રથમ રાષ્ટ્રીય મહિલા દિવસ જાહેર કર્યો હતો.

આ  મહિલા ક્લેરા ઝેટકીન હતી જે એક સામ્યવાદી અને મહિલા અધિકારોની હિમાયતી હતી. ક્લારાએ જ આંતરરાષ્ટ્રીય દિવસ જાહેર કર્યો હતો ,સૌપ્રથમ 1911માં ઓસ્ટ્રિયા, ડેનમાર્ક, જર્મની અને સ્વિટ્ઝર્લેન્ડમાં ઉજવવામાં આવ્યો હતો. તે જ સમયે, વર્ષ 1975 માં જ્યારે સંયુક્ત રાષ્ટ્રએ આ દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું.

આ સાથે જ દરવર્ષે 8 માર્ચના રોજ દરેક દેશમાં મહિલા દુવસની ઉજવણી કરવામાં આવે છે, હવે મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાનું મહત્વનું યોગદાન આપી રહી છે મહિલાઓ હવે પુરુષસમોવડી બની છે.