Site icon Revoi.in

આજે જ્યોતિબા ફૂલેની જન્મજયંતી – PM મોદીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Social Share

દિલ્હીઃ- ભારતના ઈતિહાસમાં જ્યોતિબા ફૂલે નામ ખૂબ જાણીતું છે,જ્યોતિબા ફૂલે મહારાષ્ટ્રનાં પૂણે જિલ્લાના સતારા ગામમાં 11 એપ્રિલ 1827નાં રોજ જન્મ્યા હતા. તેમનુ પુરુ નામ જ્યોતિબા ગોવિંદરાવ ફૂલે હતુ. તેમને ‘મહાત્મા’ ઉપનામ મળેલ છે.

બંધારણના ઘડવૈયા ડોક્ટર આંબેડર એમને પોતાના ત્રીજા ગુરુ માનતા હતા. મહાત્મા ગાંઘીજી પહેલા તેઓ મહાત્મા કહેવાયા હતા. તેમણે કન્યા કેળવણી, અંધ વિશ્વાસ, બાળ વિવાહ, વિધવા વિવાહ, છૂત અછૂતનો ભેદભાવ દૂર કરવો તેમજ ખેડૂતોના હક માટેના કાર્યો કર્યા હતા.

જ્યોતિબા પ્રાથમિક શાળામાં લેખન, વાંચન અને અંકગણિતનો પાયાનો ખ્યાલ મેળવી અભ્યાસ અધૂરો છોડી પરિવારના વ્યવસાયમાં જોડાઈ ગયા હતા. તેમનાં પિતાના ઓળખીતા કોઈ એક વ્યક્તિએ એમનાં પિતાને સમજાવ્યા કે તમારુ આ બાળક બહુ બુદ્ધિશાળી છે, માટે એને ભણાવો. આથી તેમનાં પિતાએ તેમને સ્થાનિક સ્કોટીશ મિશનમાં દાખલ કરાવ્યા. 1847માં તેમનો અંગ્રેજી અભ્યાસ પૂર્ણ થયો.

પીએમ મોદી, હું મહાત્મા ફુલેને તેમની જન્મજયંતી પર, નમન કરું છું અને સામાજિક ન્યાય અને દલિત લોકોને સશક્તિકરણમાં તેમના અમૂલ્ય યોગદાનને યાદ કરું છું. તેમના વિચારો લાખો લોકોને આશા અને શક્તિ આપે છે.”

ઉલ્લેખનીય છે કે 1863માં તેમણે સગર્ભા વિધવાઓ બાળકોને સુરક્ષિત રીતે જન્મ આપી શકે એ માટે એક ઘરની વ્યવસ્થા કરી. 24 સપ્ટેમ્બર 1873નાં રોજ સ્ત્રીઓ, શુદ્રો અને દલિતો જેવા સમૂહો માટે સત્યશોધક સમાજની સ્થાપના કરી. સમાજના પછાત અને વંચિત વર્ગોમાં શિક્ષણ અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાની દિશામાં પણ ઘણા કાર્યો કરવામાં આવ્યા હતા.

 

 

Exit mobile version