Site icon Revoi.in

ફિલ્મમાં કંઈક અલગ રોલ કરીને દર્શકોના દિલમાં રાજ કરનારા અભિનેતા આયુષ્માન ખુરાનાનો આજે જન્મદિવસ

Social Share

આજે 14 સપ્ટેમ્બર એટલે બોલિવૂડ સ્ટાર કે જેમણે એકથી એક હટકે ફિલ્મો આપી છે તેવા આયુષ્માન ખુરાનાનો બર્થ ડે છે. તેમની દરેક ફિલ્મોના રોલ હંમેશા કંીક જૂદા જોવા મળે છે. રોડીઝથી લઈને ગુલાબો સિતાબો અને નેશનલ એવોર્ડ સુધીનો તેમનો સફર ખુબ અધરો રહ્યો છે.તેમણે માત્ર સુપર સ્ટાર વાળી જ ભૂમિકા નહી પરંતુ એક અલગ રોલ પ્લે કરીને દર્શકોને આકર્ષિત કર્યા છે, જેમા ડ્રિમ ગર્લ બનીને તો આયુષ્માને દર્શકોના દિલમાં સ્થાન બનાવી લીધું છે.

અભિનેતા આયુષ્માન આજે 39 વર્ષના થઇ ગયા છે. આયુષ્માન ખુરાના પણ તે અભિનેતાઓમાં સામેલ છે જેને બોલિવૂડમાં હટકે રોલ પ્લે કરવા માટે  આગળ ગણવામાં આવે છે. આયુષ્માને ફિલ્મી દુનિયામાં એક એલગ ઓળખ બનાવી છે.

તમનો જન્મ 14મી સપ્ટેમ્બર 1984ના રોજ ચંદીગઢમાં થયો હતો. આ પહેલા આયુષ્માનનું નામ નિશાંત ખુરાના હતું પરંતુ ત્રણ વર્ષની ઉંમરે તેનું નામ ચેન્જ કરીને આયુષ્માન ખુરાના કરવામાં આવ્યું હતું. આયુષ્માને માસ કમ્યુનિકેશનમાં માસ્ટર ડિગ્રી મેળવી છે તે સાથે જ તેમણે સતત પાંચ વર્ષ થિયેટરમાં પણ કામ કર્યું છે

જો તેમના બોલિવૂડ સફરની વાત કરવામાં આવે તો તેણે વર્ષ 2012મા ‘વિક્કી ડોનર’થી તેમણે ડેબ્યુ કર્યું તેમની આ ફિલ્મ લોકોએ ખુબ વખાણી તેમનો અભિનય રંગ લાવ્યો ,આ જ ફિલ્મમાં તેમણે ‘પાણી દા રંગ’ ગીતગાયું હતું. આયુષ્માનને આ ગીત માટે બેસ્ટ મેલ ડેબ્યૂ સિંગર અને બેસ્ટ મેલ પ્લે બેક સિંગરનો એવોર્ડ પણ મળ્યો હતો.,

આ અગાઉ  વર્ષ 2004ના વર્ષમાં ‘રોડીઝ 2’માં જોવા મળીને વિનર બન્યા અને દર્શકોએ તેમને નવી ઓળખ અપાવી. ત્યાર બાદ તેમની સંઘર્ષ ગાથા ચાલુ જ રહી, તેમણે દિલ્હીમાં બિગ એફએમમાં કામ કર્યું, જેમાં  જેના થકી લોકો તેમનો અવાજ ઓળખતા થયા.આટલું કર્યા બાદ તેઓ એક એન્કર તરીકે ટેલિવિઝન પર જોવા મળ્યા અને તેણે ‘ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ હોસ્ટ કર્યું હતું.

તાજેતરમાં ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’માં આયુષ્માનની સાથે પરેશ રાવલ, અન્નુ કપૂર, વિજય રાઝ વગેરે જેવા કલાકારોએ મહત્વની ભૂમિકાઓ ભજવી છે.. ‘ડ્રીમ ગર્લ 2’ની સફળતા આયુષ્માન માટે જન્મદિવસની શ્રેષ્ઠ ભેટ છે, જે તેનો 39મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. 35 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે 100 કરોડના કલેક્શનનો આંકડો પાર કરી લીધો છે.

‘ડ્રીમ ગર્લ 2’એ 10.69 કરોડની ઓપનિંગ કરી હતી. આ પછી, ફિલ્મે પહેલા અઠવાડિયામાં 67 કરોડ રૂપિયા અને બીજા અઠવાડિયામાં 28 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો. આયુષ્માન ખુરાનાની આ ચોથી ફિલ્મ છે જેણે 100 કરોડના ક્લબમાં જગ્યા બનાવી છે. આ પહેલા ‘ડ્રીમ ગર્લ 2’એ 142.26 રૂપિયા, ‘બધાઈ હો’એ 138 રૂપિયા અને ‘બાલા’એ 117 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. અનન્યા પાંડે પણ ‘ડ્રીમ ગર્લ 2’ને લઈને ઉત્સાહિત છે. સોશિયલ મીડિયા પર પોતાની ખુશી શેર કરતા તેણે લખ્યું, ‘મારી પ્રથમ સદી!’

આયુષ્માન ખુરાનાએ બાળપણની મિત્ર તાહિરા કશ્યપ સાથે તેણે જ્યારે લગ્ન કર્યાં ત્યારે તેમના પાસે  અકાઉન્ટમાં માત્ર 10 હજાર રૂપિયા હતાં. બંને પરિવારની વચ્ચેના સારા સંબોધાના કારણે આ સ્થિતિ તેમના લગ્નજીવનને આડી આવી નહી અને  લગ્ન માટે પરિવારના લોકો માની ગયા હતાં.