Site icon Revoi.in

ઘર ઘરમાં ‘ગુત્થી’ નામે મશહૂર બનેલા કોમેડી એક્ટર સુનીલ ગ્રોવરનો બર્થડેઃ જાણો તેમના વિશેની કેટલીક ખાસ વાતો

Social Share

મુંબઈઃ આજે એટલે કે 3 ઓગસ્ટના રોજ જાણીતા મશહૂક  કોમેડી કલાકાર સુનીલ ગ્રોવરનો જન્મદિવસ છે. ક્યારેક ‘ગુત્થી’ બનીને, ક્યારેક ‘ડોક્ટર મશૂર ગુલાટી’ બનીને અને ક્યારેક ‘સંતોષ ભાભી’ બનીને. ટીવીથી બોલીવુડ સુધી સુનીલ ગ્રોવરની સફર હાલ જે રીતે સરળ જોવા મળી રહી છે તેવી ખરેખરમાં નહોતી, તેમણે અહીં સુધી આવવા માટે સખ્ત મહેનત કરી છે, શરૂઆતના સમયમાં સુનીલ ગ્રોવરને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.તમને આ વાત જાણીને નવાઈ લાગશે કે સુનીલ ગ્રોવરની પહેલી કમાણી માત્ર 500 રૂપિયા હતી, આ વાતનો ખુલાસો સુનીલ ગ્રોવરે પોતે જ કર્યો હતો.

સુનીલનો જન્મ 3 ઓગસ્ટ 1977 ના રોજ હરિયાણાના એક નાનકડા ગામમાં થયો હતો. બાળપણમાં ફિલ્મો જોવાનો ખૂબ શોખ હતો. તે અમિતાભ બચ્ચન અને શાહરુખની ફિલ્મો જાઈને તેમના જેવું બનવાનું સપનું જોવા લાગ્યા. તેમના પિતાને તેઓ તબદા વાદક બને તેમા રસ હતો પરંતુ મોટી ઉંમરે સુનિલને એક્ટર બનવામાં રસ જાગ્યો

જાણો ગ્રોવર વિશેની કેટલી જાણી અજાણી વાતો

નિલ ગ્રોવરના લગ્ન આરતી સાથે થયા છે અને તેમને એક દીકરો મોહન પણ છે ,રેડિયો મીર્ચીમાં Rj સુદનો અવાજ  જે સાઁભળવા મળતો હતો તે બીજુ કોઈ નહી પરંતુ સુનિલનો હતો. પોપ્યુલર શો હંસીકે ફુવારેના તેઓ હોસ્ટ રહી ચૂક્યા છે, અને સુદર્શન-સુદનું પાત્ર તે ભજવતા હતા.લાંબા સમય સુધી થિયેટર કર્યા બાદ તેણે ટીવીમાં ચલા લલ્લન હિરો બનનેથી પ્રવેશ કર્યો.

મંદિરા બેદીની સાડી કલેક્શન માટે કર્યુ હતુ રેમ્પવોક

સુનીલે ક્યા આપ પાંચવી ફેલ ચમ્પુ હે? અને કોન બનેગા ચમ્પુ જેવા પ્રોગ્રામ પણ કર્યા. પણ કોમેડી નાઈટ્સ વીથ કપિલમાં ગુત્થીના પાત્રને કારણે તેઓ એ દેશના ઘરે ઘરમાં આગવી નામના મેળવી. ગુત્થીનું પાત્ર લોકોને ખુબ ગમ્યુ અને લોકોનું ફેવરીટ બની ગયું.સુનીલે મંદિરા બેદીના કલેક્શનની સાડીઓના ફેશન શો માટે તેણે રેમ્પ વોક પણ કર્યુ હતું.તેણે ફિલ્મમાં પ્યાર તો હોના હી થા સાથે ડેબ્યુ કર્યુ હતું

એક સમય કમાતા હતા માત્ર 500 રુપિયા

સુનિલ ગ્રોવરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાના અંગત જીવન સાથે જોડાયેલ એક કિસ્સો શેર કર્યો હતો. તેણે લખ્યું, ‘હું હંમેશા અભિનય અને લોકોનું મનોરંજન કરવામાં સારો હતો. મને યાદ છે કે જ્યારે હું 12 માં ધોરણમાં હતો ત્યારે મેં એક નાટક સ્પર્ધામાં ભાગ લીધો હતો, તે જોઈને ત્યાં આવેલા મુખ્ય અતિથિએ મને કહ્યું કે મારે તેમાં ભાગ ન લેવો જોઈએ કારણ કે તે અન્ય લોકો માટે અન્યાયી હશે. તે પછી મેં થિયેટરની તાલીમ લીધી અને હું મુંબઈ આવ્યો. પરંતુ થોડા મહિનાઓ માટે મેં  ખાલી પાર્ટી કરી. મેં મારી બચતમાં પોશ વિસ્તારમાં એક મકાન ભાડે લીધું હતું, હું તે સમયે માત્ર 500 રૂપિયા કમાતો હતો પરંતુ મને ખાતરી હતી કે હું જલ્દી સફળ થઈશ.